Uttar Pradesh

કાયદો હાથમાં લેવા અને બકવાસ કરવાનો કોઈને અધિકાર નથી- ઓવૈસી

હૈદરાબાદ
રાજસ્થાનના ઉદયપુરમાં ટેલર કનૈયાલાલ સાહૂની હત્યાના મુદ્દા પર એઆઇએમઆઇએમ નેતા અસદુદ્દીન ઓવૈસીએ મંગળવારે કહ્યું હતું કે, દરેક હિંસાની ટિકા થવી જાેઈએ.
સાથે જ તેમણે કહ્યું કે, કટ્ટરપંથીઓને કાબૂમાં કરવાની જરૂર છે. હૈદરાબાદથી સાંસદે કહ્યું કે, હું એ ગરીબ દરજી સાથે ઉદયપુરમાં જે થયું તેની નિંદા કરુ છું. પણ સાથે જ રાજસ્થાનમાં થોડા વર્ષો પહેલા જયપુરમાં જે થયું તેની પણ નિંદા કરવી જાેઈએ. કટ્ટરતાને કંટ્રોલ કરવાની જરૂર છે. એટલા માટે મેં માગ કરી છે કે, આપણા દેશમાં થઈ રહેલી કટ્ટરતા પર નજર રાખવા માટે ગૃહમંત્રાલયમાં એન્ટી રેડિકલાઈજેશન સેલ દરેક ધર્મ માટે હોવા જાેઈએ નહીં કે ફક્ત એક વિશેષ ધર્મ માટે.
ઓવૈસીએ કહ્યું કે, કોઈ પણ પ્રકારના કિન્તુ, પરંતું વગર આ ઘટનાની નિંદા કરવી જાેઈએ. કોઈને પણ કાયદો પોતાના હાથમાં લેવા અને આવી રીતે બકવાસ કરવાનો અધિકાર નથી. પ્રાપ્ત વિગતો અનુસાર જાેઈએ તો, ઉદયપુર શહેરના ધાનમંડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ, જ્યારે બેથી ત્રણ લોકોએ મળીને એક યુવકની ધોળા દિવસે હત્યા કરી નાખી હતી. ધોળા દિવસે થયેલા આ હત્યા બાદ ધનમંડી અને ઘંટાઘર પોલીસ સ્ટેશન પર પહોંચી અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર જાેઈએ તો, મૃતક કનૈયાલાલનો આઠ વર્ષનો દિકરાએ તેના મોબાઈલમાંથી નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જાે કે, તે બાદ ધનમંડી પોલીસે કનૈયાલાલની ધરપકડ પણ કરી હતી. તેમ છતાં કનૈયાલાલને સતત ધમકી મળી રહી હતી અને મંગળવારે મોકો જાેઈને ધારદાર હથિયારથી તેની હત્યા કરી દેવામાં આવી હતી.

file-02-page-35.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *