International

એલન મસ્ક ઓસ્ટ્રેલિયન અભિનેત્રી નતાશા બેસેટને ડેટ કરી રહ્યો છે

અમેરિકા
સિડનીમાં મોટી થયેલી નતાશાએ ડ્રામા સ્કૂલ ઓફ ન્યૂયોર્કથી એક્ટિંગનો કોર્સ કર્યો છે. જ્યારે તે ૧૪ વર્ષની હતી ત્યારથી તેણે અભિનય કરવાનો શરૂ કરી દીધો હતો. તે એક દાયકા કરતાં વધારે સમયથી ફિલ્મ જગતમાં કામ કરી રહી છે. ૨૦૧૭માં નતાશાએ બ્રિટની સ્પિયર્સની બાયોપિક બ્રિટની એવર આફ્ટરમાં અભિનય કર્યો હતો. તે અનેક ટીવી શોમાં પણ કામ કરી ચૂકી છે. નતાશા બેસેટ હાલમા દિવંગત એલ્વિસ પ્રેસ્લીની બાયોપિકમાં જાેવા મળવાની છે. જેમાં તે પ્રેસ્લીની પહેલી પ્રેમિકા ડિક્સી લોકેનો રોલ કરશે. નતાશા હાલમાં લોસ એન્જેલસમાં રહે છે. રિપોર્ટ્‌સનુ માનીએ તો એલન મસ્ક અને નતાશા બેસેટ છેલ્લાં કેટલાંક મહિનાથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. મસ્ક પોતાની ત્રીજી પત્ની ગ્રીમ્સથી સપ્ટેમ્બર ૨૦૨૧માં અલગ થયા હતા. તેના પછી તે હવે નતાશાની સાથે રિલેશનશીપમાં આવી ગયા છે. ગ્રિમ્સની સાથે સંબંધથી તેમને એક પુત્ર છે. જેનો જન્મ મે ૨૦૨૦માં થયો હતો. મસ્ક ત્રણ વાર લગ્ન કરી ચૂક્યા છે. જેનાથી તે કુલ ૬ બાળકોના પિતા છે.સ્પેસએક્સ અને ટેસ્લાના સીઈઓ એલન મસ્ક દુનિયાના સૌથી પૈસાદાર વ્યક્તિ છે. ૫૦ વર્ષીય મસ્કને હાલમાં જ એક અજાણી યુવતી સાથે જાેવામાં આવ્યા. હવે સામે આવ્યું છે કે તે યુવતી બીજી કોઈ નહીં પરંતુ ૨૭ વર્ષીય ઓસ્ટ્રેલિયન અભિનેત્રી નતાશા બેસેટ છે. રિપોર્ટ્‌સ પ્રમાણે મસ્ક અને નતાશા એકબીજાને ડેટ કરી રહ્યા છે. નતાશા અરબપતિ એલન મસ્કની નવી ગર્લફ્રેન્ડ છે. મસ્કના અફેરના સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે હાલમાં જ તેમને નતાશા બેસેટની સાથે પોતાના પ્રાઈવેટ જેટમાં યાત્રા કરતા જાેવામાં આવ્યા. ફોર્બ્સ પ્રમાણે મસ્ક આ સમયે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ છે. જાેકે તે લગભગ ૧૬,૭૯૨ અરબ રૂપિયાના માલિક છે.

Elon-Musk.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *