International

ડોક્ટર સ્ટ્રેન્જની અભિનેત્રી ઝારાને કોર્ટે ફટકારી કડક સજા

મોસ્કો
‘ડોક્ટર સ્ટ્રેન્જ’ ફેમ અભિનેત્રી ઝારા ફિથિયન આજકાલ મોટા વિવાદમાં ફસાઈ છે. તેના પર એક એવો આરોપ લાગ્યો છે જાણીને દંગ રહી જશો. આ અભિનેત્રી પર એક ૧૩ વર્ષની બાળકી સાથે ગંદુકામ કરવાનો આરોપ લાગ્યો છે. મીડિયા રિપોર્ટ્‌સ મુજબ ઝારાએ પતિ વિક્ટર માર્ક સાથે મળીને બાળકીનું શારીરિક શોષણ કર્યું હતું. આ મામલે અભિનેત્રીને કડક સજા પણ ફટકારવામાં આવી છે. ઝારાના પતિ ઉપર પણ બાળકી સાથે ગંદુકામ કરવાનો આરોપ લાગ્યો છે. આ સમગ્ર કેસ હાલ મીડિયામાં ચર્ચાના ચગડોળે ચડ્યો છે. સોશિયલ મીડિયા પર આકરી પ્રતિક્રિયા આવી રહી છે. ઝારાએ તેના તાઈક્વાન્ડો માસ્ટર પતિ વિક્ટર સાથે મળીને ૧૩ વર્ષની બાળકીનું કુલ ૧૪વાર શારીરિક શોષણ કર્યું. આ ઉપરાંત વિક્ટરે ૨૦૦૨થી ૨૦૦૩ સુધીમાં ૧૫ વર્ષની એક અન્ય બાળાની સાથે ૪ વાર શારીરિક શોષણ કર્યું હતું. નોર્ટિંઘમ ક્રાઉન કોર્ટે ઝારાને ૮ વર્ષની જેલની સજા ફટકારી છે. જ્યારે વિક્ટરને ૧૪ વર્ષની જેલ થઈ છે. કોર્ટનું માનવું છે કે આ કેસમાં વધુ ભૂલ વિક્ટરની છે. આ કેસમાં પીડિત બાળાએ જણાવ્યું કે આરોપી પતિ પત્નીએ મળીને તેને દારૂ પીવડાવ્યો અને પછી ઓરલ સેક્સ માટે મજબૂર કરી. તે સમયે છોકરીને ખબર હતી કે આ બધુ ખોટું થઈ રહ્યું છે પરંતુ તેને સમજમાં નહતું આવતું કે આખરે આમાંથી બહાર કેવી રીતે નીકળવું. જાે કે આ કેસને લઈને ૩૬ વર્ષની અભિનેત્રી અને તેના ૫૯ વર્ષના પતિએ તમામ આરોપો ફગાવ્યા. જ્યારે બાળકીઓ સાથે આવી ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો ત્યારે ઝારા અને વિક્ટરે લગ્ન કર્યા નહતા. બીબીસીના રિપોર્ટ મુજબ આ બંને ત્યારે માર્શલ આર્ટ્‌સ ઈન્ટ્રક્ટર્સ હતા. મીડિયા અને સોશિયલ મીડિયામાં આ કેસ ખુબ ચર્ચામાં છે. લોકો આવા ધૃણાસ્પદ વર્તન બદલ બંને પર આક્રોશ ઠાલવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *