International

મીના કુમારીની બાયોપિકમાં ક્રિતી સેનન મીના કુમારીનો રોલ કરશે

યુક્રેન
હવે બોલિવૂડમાં દિવંગત અભિનેત્રી મીના કુમારી પર એક ફિલ્મ બનવા જઈ રહી છે. ્‌-જીીિૈીજ દિગ્ગજ સ્ટાર પર બાયોપિક બનાવવા માટે કામ કરી રહી છે અને મીના કુમારીનું પાત્ર ભજવવા માટે ક્રિતી સેનની પસંદગી કરવામાં આવી છે. ફિલ્મ ‘મિમી’ રિલીઝ થયા બાદ કૃતિની ગણતરી મહાન અભિનેત્રીઓમાં થવા લાગી છે. તેણે ‘મિમી’માં સરોગેટ માતાની ભૂમિકા ભજવીને દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું. અભિનેત્રીની તાજેતરની રિલીઝ પછી, તેને એક સારા કલાકાર તરીકે જાેવામાં આવી રહી છે. જાે તે મીના કુમારી પર બાયોપિક બનાવે છે તો તે તેના માટે મોટો પડકાર હશે. જાે બધુ બરાબર રહ્યું તો ફિલ્મ પર કામ જલ્દી શરૂ થઈ શકે છે. બાયોપિકનું નિર્દેશન કોણ કરશે તે અંગે કેટલાક નામો શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.બીજી તરફ, એક ર્ં્‌્‌ પ્લેટફોર્મ મીના કુમારીના જીવન પર એક વેબ સિરીઝ લાવવાનું આયોજન કરી રહ્યું છે, જેની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. ટી-સીરીઝ દ્વારા ટૂંક સમયમાં જ આ ફિલ્મની સત્તાવાર જાહેરાત કરી શકે છે. તમને જણાવી દઈએ કે કૃતિ સેનનની ફિલ્મ ‘બચ્ચન પાંડે’ હોળીના અવસર પર રીલિઝ થઈ હતી. જાેકે, ફિલ્મ બોક્સ ઓફિસ પર અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી રહી નથી. આ ફિલ્મમાં ક્રિતી ઉપરાંત અક્ષય કુમાર અને જેકલીન ફર્નાન્ડીઝ પણ છે.ક્રિતી સેનન પાસે આજકાલ ફિલ્મોની લાંબી યાદી છે. હાલમાં જ તેની કેટલીક ફિલ્મો રિલીઝ થઈ છે જે હિટ સાબિત થઈ છે. તાજેતરમાં રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘બચ્ચન પાંડે’માં તેની સાથે અક્ષય કુમાર અને જેકલીન ફર્નાન્ડીઝ પણ લીડ રોલમાં જાેવા મળ્યા હતા.જાેકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી. પરંતુ હવે જે સમાચાર સામે આવી રહ્યા છે તે જાણીને ચાહકો ખુબ જ ઉત્સાહિત થઈ જશે. અહેવાલો મુજબ ક્રિતી સેનન મીના કુમારીની બાયોપિકમાં જાેવા મળવાની છે. જાે કે ક્રિતી તરફથી હજુ સુધી આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

Actress-kriti-sanon.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *