Delhi

ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજની ખાસ કલબમાં સુઝી ચોથી સભ્ય બની

નવીદિલ્હી
ૈંઝ્રઝ્ર મહિલા વર્લ્‌ડ કપ ૨૦૨૨ માં પાકિસ્તાન સામેની મેચમાં સુઝી બેટ્‌સે શાનદાર સદી ફટકારી હતી. તેણે ૧૩૫ બોલમાં ૧૨૬ રનની ઇનિંગ રમી હતી. આ સદીની ઇનિંગ્સ દરમિયાન તેણે એક ખાસ ક્લબમાં એન્ટ્રી લીધી છે. આ એ જ ક્લબ છે જ્યાં ભારતીય કેપ્ટન મિતાલી નુ ‘રાજ’ છે. અને સુઝી બેટ્‌સ તેની ચોથી સભ્ય બની છે. ક્લબ મહિલા ક્રિકેટરોની છે કે જેમણે ૫૦૦૦ કે તેથી વધુ ર્ંડ્ઢૈં રન બનાવ્યા છે. આમાં સુઝી બેટ્‌સ પહેલા ૩ મહિલા ક્રિકેટરોના નામ છે. અને મિતાલી રાજ ટોપ પર છે. મહિલા ક્રિકેટમાં અત્યાર સુધીમાં ૫૦૦૦ પ્લસ રન બનાવનાર ૪ બેટ્‌સમેન પર એક નજર કરીએ. ભારતની મિતાલી રાજે મહિલા વનડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે અત્યાર સુધી ૨૩૧ મેચમાં ૫૦.૫૬ની એવરેજથી ૭૭૩૭ રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે ૭ સદી અને ૬૩ અડધી સદી ફટકારી છે. મિતાલી રાજ પછી આ યાદીમાં બીજું નામ ઈંગ્લેન્ડની શાર્લોટ એડવર્ડ્‌સનું છે, જેણે ૧૯૧ મેચની ૧૮૦ ઈનિંગ્સમાં ૯ સદી અને ૪૬ અડધી સદીની મદદથી ૩૮.૧૬ની સરેરાશથી ૫૯૯૨ રન બનાવ્યા છે. આ યાદીમાં ત્રીજા નંબરે વેસ્ટ ઈન્ડિઝની કેપ્ટન સ્ટેફની ટેલર છે. તેણે અત્યાર સુધીમાં ૧૪૪ વનડેની ૧૩૯ ઇનિંગ્સમાં ૭ સદી અને ૩૭ અડધી સદીની મદદથી ૪૪.૧૧ની સરેરાશથી ૫૨૫૦ રન બનાવ્યા છે. આ યાદીમાં ચોથું અને નવું નામ ન્યુઝીલેન્ડના સુઝી બેટ્‌સનું છે, જેણે અત્યાર સુધી રમાયેલી ૧૪૨ ર્ંડ્ઢૈંની ૧૩૬ ઇનિંગ્સમાં ૪૧.૦૧ની એવરેજથી ૫૦૪૫ રન બનાવ્યા છે. સુઝી બેટ્‌સે ૧૨ સદી અને ૨૮ અડધી સદી ફટકારી છે.

Mitali-raj-Inidian-Women-Team-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *