International

યુક્રેન પર હુમલામાં રશિયાના ૪૩૦૦ સૈનિકો માર્યા ગયા, ૨૦૦થી વધુને બંદી બનાવાયા

રશિયા
રશિયાએ મૃતકો અને ઘાયલોની સંખ્યાનો ખુલાસો કર્યો નથી. મેજર જનરલ કોનાશેન્કોવે કહ્યું કે યુક્રેનના સૈનિકોની સરખામણીએ રશિયાને ઘણું ઓછું નુકસાન થયું છે. જાે કે યુક્રેનનો દાવો છે કે તેણે રશિયાના લગભગ ૪૩૦૦ સૈનિકો માર્યા છે અને ૨૦૦થી વધુ સૈનિકોને યુદ્ધબંદી બનાવ્યા છે. યુક્રેને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કહ્યું કે જંગ શરૂ થયા બાદથી અત્યાર સુધીમાં રશિયાના ૪૩૦૦ સૈનિકો માર્યા ગયા છે. અને ૨૦૦થી વધુને યુક્રેની સેનાએ બંધક બનાવી લીધા છે. મેજર જનરલ કોનાશેન્કોવે એ પણ કહ્યું કે હુમલો શરૂ થવાથી લઈને અત્યાર સુધીમાં રશિયાની સેનાએ યુક્રેનના ૧૦૬૭ સૈન્ય અડ્ડાઓને નિશાન બનાવ્યા છે. જેમાંથી ૧૭ કમાન પોસ્ટ અને સંપર્ક કેન્દ્ર, ૩૮ વાયુ રક્ષા મિસાઈલ પ્રણાલી અને ૫૬ રડાર પ્રણાલી સામેલ છે. નોંધનીય છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને ગુરુવારે યુક્રેન સાથે જંગની જાહેરાત કરી હતી. રશિયાએ યુક્રેનના એ દાવાને માનવાનો ઈન્કાર કરી દીધો છે. આ સાથે જ રશિયન સંઘના પ્રતિનિધિએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કહ્યું કે રશિયાની સેના યુક્રેનમાં નાગરિકોને ધમકાવતી નથી તે સિવિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ પર ફાયરિંગ કરતા નથી. નાગરિકો માટે જાેખમ હવે યુક્રેની રાષ્ટ્રવાદીઓ તરફથી ઉત્પન્ન કરાયું છે જે ત્યાંના લોકોને ઢાલની જેમ ઉપયોગ કરી રહ્યા છે. આ બાજુ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીએ જાહેરાત કરી છે કે તેમના તરફથી આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં રશિયા વિરુદ્ધ અરજી કરવામાં આવી છે. તેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે રશિયાએ યુદ્ધના બહાને માસૂમ નાગરિકો વિરુદ્ધ નરસંહાર કર્યો છે. આ બાજુ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદએ રવિવારે યુક્રેન હુમલા મુદ્દે ૧૯૩ સભ્યવાળી મહાસભાનું ઈમરજન્સી વિશેષ સત્ર બોલાવ્યું છે. જે સોમવારે આયોજિત કરાશે. ૪ દાયકામાં પહેલીવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદએ યુક્રેન પર ેંદ્ગય્છ માં વિશેષ સત્ર બોલાવવાનો ર્નિણય કર્યો છે. જ્યારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઈતિહાસમાં આવું ૧૧મી વાર હશે. આ અગાઉ યુક્રેન સંકટ પર ઈમરજન્સી વિશેષ સત્ર બોલાવવા અંગે સુરક્ષા પરિષદમાં વોટિંગ થયું. યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં આ પ્રસ્તાવના પક્ષમાં ૧૫માંથી ૧૧ મત પડ્યા. જ્યારે રશિયાએ તેનો વિરોધ કર્યો. આ બાજુ ભારત, ચીન અને યુએઈએ ફરીથી એકવાર મતદાન પ્રક્રિયાથી અંતર જાળવ્યું. આવું જ કઈક શુક્રવારે પણ બન્યું હતું. જ્યારે યુક્રેન પર રશિયાના હુમલાને રોકવા અને સૈન્ય વાપસીને લઈને યુએનમાં પ્રસ્તાવ આવ્યો હતો. પરંતુ ત્યારે રશિયાએ વીટોનો ઉપયોગ કરીને પ્રસ્તાવ પાડી નાખ્યો હતો. રશિયાની સેના ભલે યુક્રેન કરતા વધુ શક્તિશાળી છે પરંતુ આ જંગમાં તેણે પણ ખુબ નુકસાન વેઠવું પડી રહ્યું છે. રશિયાએ સ્વીકાર્યું કે યુક્રેનમાં તેને કેટલાક સૈનિકોનું નુકસાન થયું છે. યુદ્ધ શરૂ થયા બાદ પહેલીવાર એવું બન્યું કે જ્યારે રશિયાએ પોતાના સૈનિકોના માર્યા જવાની વાત સ્વીકારી છે. રશિયાના રક્ષા મંત્રાલયના પ્રવક્તા મેજર જનરલ ઈગોર કોનાશેન્કોવે જણાવ્યું કે અમારા કેટલા સૈનિકોના જીવ ગયા છે અને કેટલાક ઘાયલ થયા છે.

Russia-Ukraine-WAR-3.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *