અમેરિકા
યમનના હુતિ બળવાખોરોનો ૧૯૮૦ના દાયકામાં ઉદય થયો. યમનના ઉત્તરીય પ્રદેશમાં, શિયા ઇસ્લામની એક શાખા ઝૈદવાદની આદિવાસી સંસ્થા બની. હુતિ બળવાખોરો ઉત્તર યમનમાં સુન્ની ઇસ્લામની સલાફી વિચારધારાના વિસ્તરણનો વિરોધ કરે છે. ૨૦૦૦ના દાયકામાં, હુતિઓએ તેમની પોતાની સેનાની રચના કરી. રિપોર્ટ અનુસાર ૨૦૦૪થી ૨૦૧૦ની વચ્ચે હુતી વિદ્રોહીઓએ સાલેહની સેના સાથે છ વખત યુદ્ધ કર્યું હતું. યમનના હુતિ બળવાખોરોએ અમુક દેશો નિશાન બનાવી રહ્યા છે જ્યાં અમુક દેશો પોતાના રક્ષણ માટે બીજા પાસે મદદની આશા રહી છે એવું લાગી રહ્યું છે. તેવામાં અમેરિકા યુક્રેન સંકટ વચ્ચે પણ હુતિ બળવાખોરો સામે લડી રહ્યું છે. હકીકતમાં યમનના હુતિ બળવાખોરોએ ગયા મહિને સંયુક્ત આરબ અમીરાત અબુ ધાબી પર નિશાન બનાવીને ત્રણ હવાઈ હુમલા કર્યા હતા. જેમાં એક ઈંધણ ડેપોને નિશાન બનાવાયો હતો. આ હુમલામાં ૩ લોકોના મોત થયા હતા જ્યારે ૬ લોકો ઘાયલ થયા હતા. આ હુમલા ત્યારે થયા છે જ્યારે દક્ષિણ કોરિયા અને ઈઝરાયેલના રાષ્ટ્રપતિ યુએઈના પ્રવાસે હતા. તે જ સમયે એક ઈરાકી જૂથે આ મહિનાની શરૂઆતમાં યુએઈને નિશાન બનાવીને ડ્રોન હુમલો કરવાનો દાવો કર્યો હતો. જાે કે અધિકારીઓનું કહેવું છે કે તેઓએ હુમલો ટાળ્યો હતો. તમને જણાવી દઈએ કે હુતિ વિદ્રોહીઓના હુમલા બાદ અમેરિકન સૈનિકોએ અહીં મોરચો સંભાળ્યો છે. આવી સ્થિતિમાં સંયુક્ત આરબ અમીરાતની સુરક્ષા માટે અમેરિકાએ અહીં પોતાના ફાઈટર જેટ હ્લ-૨૨નો કાફલો મોકલ્યો છે.તમને જણાવી દઈએ કે આ ફાઈટર જેટ્સને અબુ ધાબીના અલ દફરા એર બેઝ પર લેન્ડ કરવામાં આવ્યા છે. તાજેતરમાં યમનના હુતિ બળવાખોરોએ સંયુક્ત આરબ અમીરાતને નિશાન બનાવ્યું હતું. બળવાખોરોએ દેશ પર મિસાઇલો છોડી હતી. આ પછી અમેરિકાએ ેંછઈ તરફ મદદનો હાથ લંબાવ્યો છે. તમને જણાવી દઈએ કે હાલમાં ેંછઈમાં ૨ હજાર સૈનિકો તૈનાત છે. યુએસ સૈનિકોએ ગયા મહિને હુતિ બળવાખોરોના હુમલાના જવાબમાં પેટ્રિઓટ ઇન્ટરસેપ્ટર મિસાઇલો લોન્ચ કરી હતી. યુએસ એરફોર્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ગ્રેગ ગિલોટે જણાવ્યું હતું કે રેપ્ટર્સની હાજરી પહેલાથી જ મજબૂત ભાગીદાર રાષ્ટ્રની સુરક્ષાને મજબૂત બનાવશે. આ સાથે દેશમાં અસ્થિરતા પેદા કરનારી શક્તિઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે અમેરિકા તેના સહયોગી દેશોમાં શાંતિ અને સ્થિરતા જાળવવા માટે પ્રતિબદ્ધ છે. જાે કે, યુએસ અધિકારીઓએ એ કહેવાનો ઇનકાર કર્યો છે કે ેંછઈને કેટલા હ્લ-૨૨ મોકલવામાં આવ્યા છે.
