International

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા કોરોના સંક્રમિત થયા

અમેરિકા
વિશ્વભરમાં કોરોનાના ઘટતા કેસ વચ્ચે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. બરાક ઓબામાએ રવિવારે ટિ્‌વટર પર આ માહિતી આપી હતી. ઓબામાએ ટ્‌વીટ કરીને કહ્યું કે,મારો કોરોના રિપોર્ટ હમણાં જ પોઝિટિવ આવ્યો છે. મને થોડા દિવસોથી ગળામાં દુખાવો થઈ રહ્યો હતો, પરંતુ હું ઠીક અનુભવું છું. ઓબામાએ એમ પણ કહ્યું કે તેમની પત્ની મિશેલ ઓબામાનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. વધુમાં ઓબામાએ લોકોને સલાહ આપતા કહ્યું કે, જાે તમે રસીકરણ કરાવ્યું નથી,તો જલ્દીથી જલ્દી કરાવી લો. બીજી તરફ,ચીનમાં કોરોના વાયરસના વધતા સંક્રમણને ધ્યાને રાખીને રવિવારે શેનઝેન શહેરનું મુખ્ય ‘બિઝનેસ સેન્ટર’ બંધ કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે શાંઘાઈ સાથેનુ બસોનું સંચાલન પણ હાલ સ્થગિત કરવામાં આવ્યું છે. ચીન સરકારના જણાવ્યા અનુસાર, રવિવારે કોરોનાના ૬૦ નવા કેસ સામે આવ્યા બાદ શેનઝેન શહેરમાં દરેક વ્યક્તિએ ત્રણ તબક્કાની તપાસ કરવી પડશે.તમને જણાવી દઈએ કે, શેનઝેન શહેર ફાઇનાન્સ અને ટેકનોલોજી સેન્ટર તરીકે પ્રખ્યાત છે.હાલ ખાદ્ય પુરવઠા, બળતણ અને આવશ્યક ચીજવસ્તુઓ સિવાય, અન્ય તમામ સંસ્થાઓને બંધ રાખવા અને લોકોને ઘરેથી કામ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ચીનમાં વધતા કોવિડ કેસ પાછળ ઓમિક્રોન વેરિઅન્ટનો હાથ છે. કોરોના સામે લડવા માટે ચીને ઝીરો કોવિડ પોલિસી અપનાવી છે. ડિસેમ્બર ૨૦૧૯ માં ચીનમાં કોરોના વાયરસનો પહેલો કેસ નોંધાયો હતો, પરંતુ તે પછી ચીને કડકાઈ સાથે કોરોનાને નિયંત્રિત કર્યો અને ટૂંક સમયમાં કોવિડના કેસમાં ઘટાડો જાેવા મળ્યો. હાલ કોરોનાને પગલે હોંગકોંગમાં પણ પરિસ્થિતિ સતત વણસી રહી છે, મળતી માહિતી મુજબ ત્યાંના પ્રશાશને કોવિડ-૧૯ના ૨૭,૬૪૭ નવા કેસની પુષ્ટિ કરી છે. આ સાથે જ હોંગકોંગની ભૂતપૂર્વ બ્રિટિશ કોલોનીમાં કોવિડ -૧૯ ને કારણે ૮૭ લોકોનાં મોત પણ નીપજ્યાં છે.

Formar-President-of-USA-Barak-Obama.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *