બ્રાજીલ
લગભગ બે વર્ષ પહેલાં પ્રીમિયમ સ્માર્ટફોન બ્રાંડ એપ્પલે એક મોટો ર્નિણય લીધો જેના અંતગર્ત તેમણે આઈફોન વેચતી વખતે તેના ડિબ્બામાંથી ચાર્જરને હટાવી દીધું હતું. કોઇપણ આઈફોન ખરીદે છે, તેને ચાર્જર અલગથી લેવું પડે છે. કંપનીના આ ર્નિણયથી તમામ યૂઝર્સમાં નારાજગી જાેવા મળી હતી પરંતુ તે પોતાના ર્નિણય પર અડગ રહ્યા હતા. હાલમાં આ મુદ્દે એપ્પલને પોતાના એક ગ્રાહકને ૮૨ હજાર રૂપિયાથી વધુ રૂપિયા આપવા પડ્યા છે. તાજેતરમાં જ બ્રાજીલમાં એક જજએ સ્માર્ટફોન નિર્માતા કંપની એપ્પલને આદેશ આપ્યો છે કે તેમણે બ્રાજીલના પોતાના એક ગ્રાહકને ઇં૧,૦૦૦ થી વધુ પૈસા આપવા પડશે કારણ કે તેમણે ચાર્જર વિના આઈફોન વેચ્યો છે. તમને જણાવી દઇએ કે આ પહેલાં પણ એપ્પલને આ લીધે વળતર આપવા માટે કહેવામાં આવ્યું છે. બ્રાજીલના ૬ંર સિવિલ કોર્ટ ઓફ જાેઈ’નિયા ના એક જજ વાન્ડેરલેઇ કેઇરેટ્સ પિંહેઇરોએ એક ફેંસલો સંભળાવ્યો છે. તમને જણાવી દઇએ કે તેમનું કહેવું છે કે આઇફોનને ચાર્જર વિના વેચવો તેમના દેશના કન્ઝુમર કાયદાનું ઉલ્લંઘન છે. તેના આધારે જ એપ્પલને આ ઓર્ડર આપવામાં આવ્યો છે કે તેમણે કસ્ટમરને ઇં,૧૦૭૫ (લગભગ ૮૨,૧૩૯ રૂપિયા) આપવા પડશે. આ મામલે એપ્પલે પોતાનો પક્ષ રજાે કરતાં કહ્યું કે મોટાભાગના આઇફોન કસ્ટમર્સની પાસે પહેલાં જ ચાર્જર થાય છે અને એવામાં દરેક નવા આઇફોન સાથે ચાર્જર વેચવાનું ઠીક નહી હોય અને આ પ્રકૃતિ માટે પણ હાનિકારક સાબિત થઇ શકે છે. સ્માર્ટફોન બ્રાંડનું કહેવું છે કે ચાર્જર્સ આઇફોનની સાથે ન વેચીને તે ઇ-વેસ્ટ તો બચાવે જ છે, સાથે જ આઇફોનના ડબ્બાના ફુટપ્રિન્ટને પણ ઓછી કરે છે. તમને જણાવી દઇએ કે આ ફેંસલાથી એપ્પલ પૈસાની પણ ખૂબ બચત કરી લે છે. હાલ બ્રાજીલના આ કેસ પર એપ્પલે આ વિશે કશું જ કહ્યું નથી તે આ પૈસા આપશે કે નહી. બ્રાજીલ કોર્ટ તરફથી પણ આ ઉપરાંત કોઇ વાત સામે આવે નથી.


