International

યુક્રેનના ખાર્કિવથી રશિયન હુમલાનો ભયાનક વિડીયો વાયરલ થયો

યુક્રેન
રશિયાએ ખાર્કિવ પાસે એક એરબેઝને નષ્ટ કરી દીધું. આ વિસ્ફોટ એટલો જાેરદાર હતો કે તેનો પડઘો ૧૫ કિલોમીટર દૂર સુધીના લોકોએ સાંભળ્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યૂઝર્સનું કહેવું છે કે ૨૧મી સદીમાં આ બધું થઈ રહ્યું છે તે ખૂબ જ આશ્ચર્યની વાત છે. ૧૪ સેકન્ડની આ વીડિયો ક્લિપ ટિ્‌વટર પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ વીડિયો એક ઉંચી બિલ્ડિંગમાંથી શૂટ કરવામાં આવ્યો છે. વીડિયો ક્લિપમાં તમે જાેઈ શક્શો કે અંધારી રાત હતી અને વાતાવરણ બોમ્બના અવાજથી ગુંજી ઉઠ્‌યુ હતુ. આ દરમિયાન જાેરદાર વિસ્ફોટ થયો. વિસ્ફોટ એટલો જાેરદાર હતો કે આખું આકાશ ચમકી ઉઠ્‌યુ. તમે જાેઈ શકો છો કે હુમલા પછી કેવી રીતે આગનો બલૂન મશરૂમની જેમ આગળ વધે છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ૧૫ કિમી દૂર બેઠેલા લોકોને પણ આ હુમલાનો ખતરો લાગ્યો હતો. આ વીડિયો જ્રૈંજુॅષ્ર્ઠી નામના ટિ્‌વટર હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. થોડા કલાકો પહેલા અપલોડ કરાયેલા આ વીડિયોને ૨૪ હજારથી વધુ વખત જાેવામાં આવ્યો છે. લોકો આ વીડિયોને સતત રીટ્‌વીટ કરી રહ્યા છે આ વીડિયો જાેયા બાદ ઘણા લોકોએ પોતાના પ્રતિભાવો આપ્યા છે. કેટલાક યુઝર્સનું કહેવું છે કે રશિયાએ વેક્યૂમ બોમ્બનો ઉપયોગ કર્યો છે, આ સિવાય ઘણા યુઝર્સ નિર્દોષ લોકો પર હુમલો કરવા બદલ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ઉગ્ર શબ્દોમાં વખોડી કરી રહ્યા છે.રશિયા અને યુક્રેન વચ્ચેનું વિધ્વંસક યુદ્ધ સતત સાતમા દિવસે પણ ચાલુ છે. રશિયન સેનાએ યુક્રેનની રાજધાની કિવ પછી બીજા સૌથી મોટા શહેર ખાર્કિવ પર પણ હુમલો કરવાનું શરૂ કરી દીધું છે. રહેણાંક વિસ્તારોમાં પણ બોમ્બ ફેંકવામાં આવી રહ્યા છે. દરમિયાન, ખાર્કિવથી રશિયન હુમલાનો એક ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેને જાેઈને કોઈનું પણ હ્રદય કંપી ઉઠશે.

Ukraine-After-the-War-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *