International

યુક્રેનના ૧૦૨૬ સૈનિકોએ રશિયાના સૈનિકોના ધસારા સામે શરણાગતિ સ્વીકારી

મારિયુપોલ
યુક્રેન-રશિયા યુદ્ધમાં મારિયુપોલમાં રશિયાની સેનાએ મોટી સફળતાનો દાવો કર્યો છે. મારિયુપોલમાં યુક્રેનની પૂરી બ્રિગેડે આત્મસમર્પમણ કર્યુ છે. યુક્રેનની ૩૬મી મરીન બ્રિગેડે આત્મસમર્પણ કર્યુ છે.આ આત્મસમર્પણ હેઠળ ૧૦૨૬ સૈનિકોએ શસ્ત્રો નાખી દીધા છે. તેમા ૧૬૨ યુક્રેની અધિકારી પણ સામેલ છે. રશિયાનો દાવો છે કે ડોનેત્સ્કના બળવાખોરો સાથે રશિયાના લશ્કરે જે ઘેરાબંધી કરી હતીતેમા તેને મહત્ત્વની સફળતા મળી છે. આ પહેલા આમને-સામને લાંબી લડાઈ ચાલી. તેના પછી રશિયાએ ૯૫ ટકા વિસ્તાર પોતાના કબ્જામાં લઈ લીધો છે. રશિયાએ આ ઉપરાંત નીપર ઓબ્લાસ્ટમાં સેન્ટ્રલ યુક્રેનના રેલવે સ્ટેશન પર મિસાઇલ હુમલો કર્યો છે. બે દિવસ પહેલા એરપોર્ટ પર પણ હુમલો કર્યો હતો. યુકે સરકારે ડોનેત્સ્ક અને લુહાંત્સ્કમાં પુતિનના સમર્થકો પર પણ પ્રતિબંધ મૂક્યો છે. ખાર્કિવમાં રશિયાના તોપમારામાં સાતના મોત થયા હોવાનું શહેરના ગવર્નરે જણાવ્યું હતું. કીવમાં ૭૨૦ નાગરિકોના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે બીજા ૨૦૦ નાગરિકો ગુમ છે. આમ યુક્રેનના વિવિધ શહેરોમાંથી મૃતદેહ મળવાનું જારી છે. રશિયાએ હવે બૂચામાં કરેલા નરસંહારની બાબતો જાહેર થતાં આ પ્રકારે ફરીથી સ્થિતિ ન સર્જાય તે માટે મોબાઇલ અગ્નિદાહ વાનો ફરતી કરી છે. આવી તેર જેટલી વાનો જાેવા મળી છે. તેના હેઠળ કોઈપણ રશિયાના નાગરિકોના મૃતદેહ રસ્તા પર ન દેખાય અને દેખાય તો તેની તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેવી તાકીદ કરી છે. રશિયા બુચા જેવા નરસંહારના આરોપોથી બચવા માટે કોઈપણ પ્રકારનો પુરાવો છોડવા માંગતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *