International

શાંઘાઈમાં લોકડાઉનથી જહાજ નિર્માણ ઉદ્યોગને અસર

શાંઘાઈ
શાંઘાઈમાં કોવિડ-૧૯ મામલામાં થઈ રહેલા વધારાના કારણે ચીનનો જહાજ નિર્માણ ઉદ્યોગ પ્રભાવિત થયો છે. શાંધાઈ ચીનનું વ્યાપાર અને ઔદ્યોગિક કેન્દ્ર છે, અહીંયા લોકડાઉનથી અર્થતંત્ર પ્રભાવિત થઈ રહ્યું છે. કોરોના વાયરસના વધતાં કેસના કારણે સરકારે ન ઈચ્છવા છતાં લોકડાઉન જેવું પગલું ભરવું પડ્યું છે.ચીનમાં કોરોનાની નવી લહેરે તબાહી મચાવવાનું શરૂ કર્યું છે. કોરોનાના કારણે ચીનમાં દહેશતનો માહોલ છે. શાંઘાઈમાં હાલત સુધરવાના બદલે બગડી રહી છે. અહીં સંક્રમણ પર કાબુ મેળવવા લોકડાઉન લગાવવામાં આવ્યું હોવા છતાં કેસ અટકવાનું નામ નથી લઈ રહ્યા. પરંતુ એક લોકોના મોતના સમાચાર આવ્યા છે. લોકોડાઉન બાદ અહીંયા કોરોના સંક્રમણના કારણે પ્રથમ મોત નોંધાયું છે. વિવિધ કેસમાં કુલ ત્રણ લોકોએ કોરોનાના કારણે દમ તોડ્યો છે. શાંઘાઈમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૪૧૭ નવા કેસ આવ્યા છે અને ત્રણ લોકોના મોત થયા છે. મૃતકોની ઉંમર ૮૯ થી ૯૧ વર્ષ વચ્ચે હતી અને તેઓ અન્ય બીમારીથી પીડાતા હતા. ચીનમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના મામલા વધી રહ્યા છે, જેના કારણે ૪૪ શહેરોમાં કડક પ્રતિબંધો લગાવાયા છે. શાંઘાઈ જેવા શહેરોમાં સ્થિતિ સતત બગડી રહી છે, તેથી તંત્રએ લોકડાઉન લાદવું પડ્યું છે.

china-corona-cases.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *