International

શ્રીલંકાના લોકો રાજપક્ષે પરિવાર સામે એક થયા, રાષ્ટ્રપતિ ભવનથી માત્ર ૩૦૦ મીટરના અંતરે એકત્ર થયા

કોલોમ્બો
શ્રીલંકાના ગેલ્સા હિલ્સ (રાષ્ટ્રપતિ ભવન)ની સામે લોકો રાજપક્ષે પરિવાર ના વિરોધ માં ઉતર્યા, હજારો પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ ભવનથી માત્ર ૩૦૦ મીટરના અંતરે એકત્ર થઇ ગયા છે. રાષ્ટ્રપતિ ગોતાબાયા અને તેમના પરિવારના સભ્યો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. પ્લેકાર્ડ પર લખાયુ કે,‘અમારા ચોરેલા પૈસા પાછા આપો.’ ઘણા લોકો તેમના ખાનગી વાહનો થકી વિરોધ સ્થળ પર પહોંચી રહ્યા છે. પ્રદર્શનકારી માટે ખોરાક અને પાણી એકત્ર કરીને સ્વૈચ્છિક રીતે એકતા વ્યક્ત કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓમાં બૌદ્ધ સાધુઓ, તમામ સમુદાયોની મહિલાઓ, વિદ્યાર્થીઓની સાથે નિવૃત્ત લશ્કરી કર્મચારીઓ પણ સામેલ છે.અત્યાર સુધી રાજપક્ષેએ નાણાં ઉછીના લેવા માટે ચીનને ઘણી મિલકતો વેચી દીધી છે, એમ તેઓ કહે છે. હવે આપણે બધા તે ભોગવી રહ્યા છીએ. અમે બધા રાજપક્ષે પરિવારને હટાવ્યા વિના અને નવી સરકાર બનાવ્યા વિના અહીંથી નહીં જઈએ. પ્રદર્શનને ધ્યાનમાં રાખીને બુધવારે વડાપ્રધાન મહિન્દ્રા રાજપક્ષેએ પ્રદર્શનકારીઓને વાતચીતની ઓફર કરી હતી. જાેકે, એક દુકાનદાર સંપત વીરાસિંઘેનું કહેવું છે કે, અમને રાષ્ટ્રપતિ રાજપક્ષે અને તેમના મંત્રીઓને હટાવવાથી ઓછું કંઈ મંજૂર નથી. આ સરકારે તેની વિશ્વસનીયતા ગુમાવી દીધી છે અને અમે માનતા નથી કે, તે દરેક વસ્તુ સાથે છેડછાડ સિવાય કંઈ સારું કરી શકે છે. તેઓ હંમેશા જૂઠું બોલે છે. તેમણે કહ્યું કે, એલપીજી અને ઈંધણની કોઈ અછત નહીં થાય. પરંતુ અછત બીજા અઠવાડિયે જ આવી. તેમણે કહ્યું કે, ફેબ્રુઆરીમાં પાવર કટ નહીં થાય, પરંતુ અમે હજુ પણ પાવર કટનો સામનો કરી રહ્યા છીએ. તેથી ગોતાબાયા પર વિશ્વાસ કરી શકતા નથી. તેમણે પદ છોડવું જાેઈએ અને વિશ્વાસપાત્ર નેતાને હોદ્દો આપવો જાેઈએ જે લોકો વતી સમજદારીપૂર્વક ર્નિણય લઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *