International

ઓમિક્રોનના સબ વેરિએન્ટથી નવી કોરોનાની લહેર આવી શકે છે ઃ અમેરિકાના વૈજ્ઞાનિક

વોશિંગ્ટન
અમેરિકાના સર્વોચ્ચ સંક્રામક રોગ નિષ્ણાંતે ચેતવણી આપી છે કે ઓમિક્રોનનું વધુ ઓમિક્રોનનું સૌથી વધુ સંક્રામક સબ-વેરિએન્ટ ફરીથી કોરોના મહામારીની નવી લહેર લાવી શકે છે. આ વેરિએન્ટને બીએ.૨ ના નામથી ઓળખવામાં આવે છે. વ્હાઇટ હાઉસના મુખ્ય સ્વાસ્થ્ય સલાહકાર ડો. એન્ટની ફાસીએ રવિવારે કહ્યુ કે, એક અનુમાન પ્રમાણે અમેરિકામાં હજુ જેટલા કેસ મળી રહ્યાં છે તેમાંથી ૩૦ ટકા બીએ.૨ ના છે. આ સબ-વેરિએન્ટ હજુ અમેરિકામાં ડોમિનેન્ટ વેરિએન્ટ બનેલો છે. ફાસીએ કહ્યુ કે બીએ.૨ સબ-વેરિએન્ટ ઓમિક્રોનથી ૬૦ ટકા વધુ સંક્રામક છે. પરંતુ તે ઘાતક લાગી રહ્યો નથી. એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં ફાસીએ કહ્યુ કે, તેની સંક્રમણ ક્ષમતા વધી છે. સર્વોચ્ચ વૈજ્ઞાનિકે કહ્યુ કે, જ્યારે તમે સંક્રમણના કેસ પર નજર કરો તો જાણવા મળે છે કે આ ગંભીર નથી અને વેક્સીન કે પહેલાંના સંક્રમણથી પેદા થયેલી ઇમ્યુનિટીને સમસ્યા ઉભી કરી રહ્યો નથી. તેમણે કહ્યું કે, કોરોનાના ગંભીર સંક્રમણથી બચાવવા માટે બૂસ્ટર ડોઝ સૌથી વધુ સારો ઉપાય છે. ઓમિક્રોનના આ સબ-વેરિએન્ટને કારણે ચીન અને યુરોપના કેટલાક દેશોમાં ઝડપથી કેસ વધી રહ્યાં છે. ચીનમાં સ્થાનીક સ્તર પર સંક્રમણના ૧૯૪૭ કેસ મળ્યા છે. સંક્રમણ વધવા પર શંઘાઈના ડિઝ્‌નીલેન્ડને બંધ કરી દેવામાં આવ્યું છે. તો શેનઝેનમાં બે સપ્તાહ બાદ પ્રતિબંધોમાં ઢીલ આપવામાં આવી છે અને વ્યાવસાયિક કેન્દ્રો અને દુકાનો ખુલવાની મંજૂરી આપવામાં આવી છે. કેસ વધવા પર પૂર્વોત્તરના ચાંગચુન અને જિલિન શહેરોમાં નિયમ કડક કરવામાં આવ્યા છે, જેના કારણે ૨૦ લાખ લોકો ઘરોમાં કેદ થઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *