International

બ્રિટનના પ્રધાનમંત્રી પદની રેસમાં પ્રથમ રાઉન્ડમાં ઋષિ સુનક ટોપ પર

બ્રિટેન
બ્રિટનના પ્રધાનમંત્રી પદની રેસમાં પહેલાં રાઉન્ડના મતદાન બાદ ભારતીય મૂળના ઋષિ સુનક ૮૮ વોટો સાથે ટોપ પર છે. અત્યારે સુનક ઉપરાંત વધુ પાંચ દાવેદાન પ્રધાનમંત્રીની રેસમાં છે. બ્રિટનના નવા પ્રધાનમંત્રી સત્તારૂઢ કંજર્વેટિવ પાર્ટીના નેતાના રૂપમાં નિવર્તમાન પ્રધાનમંત્રી બોરિસ જાેનસનનું સ્થાન લેશે. સુનક ઉપરાંત આ યાદીમાં વિદેશ મંત્રી લિઝ ટ્રસ, વાણિજ્ય મંત્રી પેની મોર્ડેંટ, પૂર્વ કેબિનેટ મંત્રી કેમી બાદેનોક, સાંસદ ટોમ તુગેંદત અને બ્રિટિશ કેબિનેટમાં એટોર્ની જનરલ સુએલા બ્રેવરમેન સામેલ છે. પેનીને ૬૭, લિઝને ૫૦, કેમીને ૪૦, ટોમ તુગેંદતને ૩૭ અને સુએલા બ્રેવરમેનને ૩૨ વોટ મળ્યા છે. તમને જણાવી દઇએ કે શરૂઆતી છટણી બાદ બચેલા આઠ ઉમેદવારો વચ્ચે પહેલા તબક્કાના મતદાનમાં મુકાબલો થયો. નવા નાણાકીય મંત્રી નાધિમ જહાવીને ૨૫ જ્યારે જેરેમી હંટને માત્ર ૧૮ વોટ મળ્યા. એવામાં બંને પ્રધાનમંત્રીની રેસમાંથી બહાર થઇ ગયા. બીજા તબક્કા માટે ઓછામાં ઓછા ૩૦ સાંસદોનું સમર્થન પ્રાપ્ત કરવાનું હોય છે. સુનકને ૮૮ સાંસદોને મતદાન કર્યું છે. બૃહસ્પતિવારને બીજા તબક્કાના મતદાન બાદ ચરણબદ્ધ રીતે અંતિમ બે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. બ્રિ

File-01-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *