International

રશિયા દ્વારા યુક્રેનમાં હુમલા થઈ રહ્યા છે તેની વચ્ચે એક લગ્નનો ફોટો વાયરલ થયો

યુક્રેન
યુક્રેનના પ્રાદેશિક સંરક્ષણ દળોના બે સભ્યોએ કિવમાં એક ચેકપોઈન્ટ પર લગ્ન કર્યા. તેમના નામ લેસ્યા ઈવાશેન્કો અને વેલેરી ફિલિમોનોવ છે. મેયરે પણ લગ્નમાં હાજરી આપી હતી. લગ્નની આ તસ્વીર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. બંનેએ કોઈ જશ્ન વગર સાદાઈથી લગ્ન કર્યા. આ લગ્ન યુક્રેનના ઓડેસામાં એક શેલ્ટરમાં થયા છે. જેમાં કપલના નજીકના સંબંધી સામેલ થયા અને તમામે મળીને જશ્ન મનાવ્યો. રશિયાના હુમલાના પ્રથમ દિવસે જ તેમને લગ્ન કર્યા. બંનેએ લગ્નનો પહેલો દિવસ દેશની રક્ષા માટે રાઈફલ સાથે વિતાવવાનું પણ નક્કી કર્યું હતું. આ યુગલે યુદ્ધ દરમિયાન લગ્ન પણ કર્યા હતા. યુક્રેનના પબ્લિક મીડિયા સુસ્પિલનાના સામાન્ય માહિતી નિર્માતા એન્જેલીના કારિયાકીનાએ કિવમાં પેટ્રોલિંગ પોલીસના પ્રમુખ યુરી જાેજુલ્યા સાથે લગ્ન કર્યા છે. તેઓએ યુદ્ધની વચ્ચે લગ્ન કર્યા. લગ્ન દરમિયાન વરરાજાએ આર્મી યુનિફોર્મ પણ પહેર્યો હતો. બંનેના હાથમાં લગ્નનું પ્રમાણપત્ર છે. સરકારે કહ્યું કે રશિયન હુમલા બાદ યુક્રેનમાં ૪,૦૦૦ નવા લગ્ન નોંધાયા છે. ન્યાય મંત્રાલયે જણાવ્યું હતું કે, “લગભગ ૩,૯૭૩ યુગલોએ સત્તાવાર રીતે યુદ્ધ દરમિયાન તેમના જાેડાણને વધુ મજબૂત કરવાનો ર્નિણય લીધો છે.” રશિયાના આક્રમણ છતાં લોકોએ વિશ્વાસની ભાવના અને શક્તિ ગુમાવી નહીં. દુશ્મનનો નાશ થશે! આપણે જીતીશુ’ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘દુશ્મન ભલે ગમે તેટલો આપણને નષ્ટ કરવા અને તોડવાનો પ્રયત્ન કરે, જીવન આગળ વધે છે અને યુદ્ધ છતાં એક નવું જીવન જન્મે છે. રશિયા સાથે યુદ્ધની શરૂઆતથી યુક્રેનના જુદા જુદા ભાગોમાં ૪,૩૧૧ નવજાત શિશુઓ જન્મ્યા છે. લગ્ન કર્યા બાદ આ કપલે દેશની રક્ષા માટે સેનાની વર્ધી પહેરી હતી. પછી રાજધની કિવમાં મેરેજ સર્ટિફિકેટ સાથે ફોટો ક્લિક કરાવ્યો.

Marrige-First-Day-in-Bankar.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *