ઈરપિન
વિશ્વમાં ચાલી રહેલી ગતિવિધિઓમાં ઘણા દેશો વચ્ચે મનભેદ વચ્ચે સામાન્ય નાગરિકોનું આવી બને છે. બે દેશો વચ્ચેની લડાઈમાં દેશની આર્થિક, સામાજિક, સ્થિતિ સદંતર ખરાબ પરિસ્થિતિ જાેવા મળે છે રશિયા-યુક્રેન યુદ્ધને ૫૦ દિવસથી વધુ સમય થઈ ગયો છે. પશ્ચિમી દેશોના પ્રતિબંધોના જવાબમાં રશિયા કડક કાર્યવાહી કરી રહ્યું છે. ત્યારે જ રશિયાના વિદેશ મંત્રાલયે બ્રિટનના પીએમ બોરિસ જાેનસન અને વિદેશ સચિવ લિઝ ટ્રસ સહિત ૧૦ બ્રિટિશ રાજદ્વારીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. હવે આ લોકો રશિયામાં પ્રવેશી શકશે નહીં. રશિયાના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે, બ્રિટનના પ્રતિકૂળ વલણને કારણે આ ર્નિણય લેવામાં આવ્યો છે. રશિયા તરફથી હવાઈ હુમલાની આશંકાને ધ્યાનમાં રાખીને સમગ્ર યુક્રેનમાં એર એલર્ટ જાહેર કરાયું છે. લોકોને નજીકના શેલ્ટરમાં જવાની સલાહ અપાઈ છે. ગમે તે સમયે હવાઈ હુમલા થઈ શકે છે. યુક્રેનના ઈરપિનમાં ભારે ખાના-ખરાબી સર્જાઈ છે. અહીં ૭૧% ઈમારતો તબાહ થઈ ગઈ છે. ઈરપિનના મેયર એલેક્ઝેન્ડર મારકુશિનના જણાવ્યા મુજબ ૧ હજારથી વધારે ઈમારતો ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. યુક્રેનની સેનાના વળતા હુમલામાં અન્ય એક રશિયન જનરલ માર્યો ગયો. સેન્ટ પીટર્સબર્ગના ગવર્નર એલેક્ઝાન્ડર બેગ્લોવના જણાવ્યા અનુસાર, મેજર જનરલ વ્લાદિમીર ફ્રોલોવ યુદ્ધમાં શહીદ થયા હતા. તેમને શનિવારે સેન્ટ પીટર્સબર્ગમાં દફનાવવામાં આવ્યા હતા. યુક્રેન યુદ્ધમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૭ રશિયન જનરલ માર્યા ગયા છે. યુક્રેનની નાગરિક લ્યુડમિલા બલીઉરા પોતાની સાત વર્ષની પુત્રી સાથે યુક્રેનમાં પોતાના ઘરે પરત ફરવા માટે ટ્રેનની રાહ જાેઈ રહી છે. યુદ્ધ શરૂ થતા તે પોલેન્ડ જતી રહી હતી. યુક્રેનની નાગરિક લ્યુડમિલા બલીઉરા પોતાની સાત વર્ષની પુત્રી સાથે યુક્રેનમાં પોતાના ઘરે પરત ફરવા માટે ટ્રેનની રાહ જાેઈ રહી છે. યુદ્ધ શરૂ થતા તે પોલેન્ડ જતી રહી હતી. યુક્રેનને લઈ રશિયાએ વધુ આક્રમક વલણ અપનાવી લીધુ છે તો બીજી બાજુ સતત યુક્રેનને સૈન્ય મોરચે મદદ કરી રહેલા અમેરિકાને પણ ચેતવણી આપવામાં આવી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ સ્વીકાર કર્યો છે કે આ યુદ્ધમાં તેમના ૩૦૦૦થી વધારે સૈનિકોએ જીવ ગુમાવ્યા છે અને ૧૦ હજારથી વધારે સૈનિકો ઈજાગ્રસ્ત થયા છે. ઁસ્ જાેનસન સહિત બ્રિટનના અનેક નેતાની યાત્રા પર પ્રતિબંધ બાદ બ્રિટને કહ્યું છે કે તેઓ યુક્રેનને મદદ કરવા માટે અડગ છે. રશિયાના વિદેશ મંત્રી દ્વારા શનિવારે કરવામાં આવેલી જાહેરાત અંગે પ્રતિક્રિયા આપતા સ્કોટલેન્ડના મંત્રી નિકોલા સ્ટર્જને કહ્યું છે કે પુતિન યુદ્ધ ગુનેગાર છે અને તેમની તથા તેમના શાસનની ટીકા કરતાં ડરીશ નહીં. સ્કોટલેન્ડે રશિયાને અલગ-થલગ કરવા તથા દંડિત કરવા માટે સૌથી મજબૂત કાર્યવાહી કરવા અને યુક્રેનના લોકોનું સમર્થન કરવા માટે શક્ય તમામ પ્રયત્નની ખાતરી આપી હતી. કીવમાં આજે પણ રશિયા તરફથી સતત મિશાઈલ હુમલા થયા હતા, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને કેટલાક લોકોને ઈજા પહોંચી હતી. ટેલિગ્રામમાં એક અપડેટમાં શહેરના મેયર વિટાલી ક્લિટ્સસ્કોએ કહ્યું કે હવાઈ સુરક્ષાએ લોકોને બચાવવાનો પ્રયત્ન કર્યો, પણ દુશ્મનો ઘણા ક્રુર છે. ક્રેમલિન બ્રિટીશ રાજનેતાઓ સામે પ્રતિબંધોનું વિસ્તરણ કરશે,જેને રશિયા વિરોધી ઉન્માદની લહેર કહે છે. ડોમિનિક રોબ, ગ્રાન્ટ શાપ્સ, પ્રીતિ પટેલ, ઋષિ સુનક, ક્વાસી ક્વાર્ટેગ, નાદિન ડોરિસ, જેમ્સ હેપ્પી, નિકોલા સ્ટર્જન, સુએલા બ્રેવરમેન, બોરિસ જાેનસન, લિઝ ટ્રસ સહિતના નેતાઓના નામને બ્લેક લિસ્ટમાં નાંખી દીધા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડને યુક્રેન માટે ૮૦૦ મિલિયન ડોલર (લગભગ ૬,૦૮૯ કરોડ રૂપિયા)ની સૈન્ય સહાયને મંજૂરી આપી છે. જેમાં ૧૧ હેલિકોપ્ટર, ૧૮ હોવિત્ઝર તોપ અને ૩૦૦ સ્વિચબ્લેડ ડ્રોન સામેલ છે.શનિવારે ખાર્કિવમાં રશિયાના હુમલામાં અત્યાર સુધીમાં ૧૦ લોકોના મોત થયાના અહેવાલ છે. જેમાં એક ૭ મહિનાનું બાળક પણ સામેલ છે. તેમજ ૩૫ લોકો ઘાયલ થયા છે. રશિયાએ દક્ષિણ યુક્રેનના માયકોલાઈવ શહેર પર હુમલો કર્યો હતો. રહેણાંક મકાનો પર થયેલા હુમલામાં યુક્રેનના પાંચ નાગરિકો માર્યા ગયા છે. તેમજ ૧૫ ઘાયલ થયા છે. ૈંસ્હ્લના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જીવાએ શુક્રવારે કહ્યું કે અમે યુક્રેનમાં મોટા પાયે રિકન્સ્ટ્રકશનની તૈયારી કરી રહ્યા છીએ.


