National

અફધાનિસ્તાનના રાજદૂત જાવિદ અહમદ કઈમે રાજીનામું આપી દીધું

અફઘાનિસ્તાન
વિશ્વભરના મોટાભાગના અફઘાન દૂતાવાસોની છે. આ દૂતાવાસ હજુ પણ એવા લોકો દ્વારા ચલાવવામાં આવે છે જેઓ અગાઉની અશરફ ગની સરકારને વફાદાર છે. જાવિદે કહ્યું કે તાલિબાનોએ કાબુલ પર કબજાે કર્યા પછી ઘણા અફઘાન રાજદ્વારીઓ ચીનથી જતા રહ્યા. તેમણે તેમના રાજીનામાને ‘એક સન્માનિત જવાબદારીનો અંત’ ગણાવ્યું હતું. પત્રમાં કહેવામાં આવ્યું કે ‘મારું માનવું છે કે જ્યારે કોઈ નવો માણસ આવશે, ત્યારે ત્યાં કોઈ (જૂનો) રાજદ્વારી બચ્યો નહીં હોય.’ ઘણા લોકો દાવો કરે છે કે ચીનની સરકારે જાવિદને મદદ કરી નથી, જે હાલમાં તાલિબાન સરકારના તુષ્ટિકરણમાં વ્યસ્ત છે. જાવિદના સ્થાને તાલિબાન દ્વારા રાજદૂત તરીકે કોને નિયુક્ત કરવામાં આવશે તે હજુ સ્પષ્ટ નથી. આ રાજીનામા પર તાલિબાન દ્વારા હજુ સુધી કંઈ કહેવામાં આવ્યું નથી. જાવિદને નવેમ્બર ૨૦૧૯માં રાજદૂત બનાવવામાં આવ્યો હતો અને તેમણે તાલિબાન પ્રતિનિધિમંડળની ચીનની મુલાકાત અંગે ચિંતા વ્યક્ત કરી હતી. થોડા અઠવાડિયા પછી, તાલિબાને અફઘાનિસ્તાન પર કબજાે કરી લીધો હતો.અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનથી દેશની અર્થવ્યવસ્થા ખરાબ સ્થિતિમાં છે. અમેરિકાએ અફઘાનિસ્તાનના અબજાે ડોલર રોકી રાખ્યા છે અને તાલિબાન હવે દુનિયાની સામે પોતાના હાથ ફેલાવી રહ્યું છે. દરમિયાન, તાલિબાને વિદેશમાં અફઘાન રાજદૂતોને નાણાં મોકલવાનું બંધ કરી દીધું છે. આ તમામ રાજદૂતોને અગાઉની અશરફ ગની સરકાર દ્વારા રાખવામાં આવ્યા છે. આ કારણે એમની સામે પૈસાની તંગી શરૂ થઈ ગઈ. ચીનમાં અફઘાનિસ્તાનના રાજદૂત જાવિદ અહમદ કઈમે પત્ર લખીને રાજીનામું આપી દીધું છે. તેમનું રાજીનામું સોશિયલ મીડિયા પર ચર્ચાઓમાં આવી ગયું છે. અફઘાનિસ્તાનના રાજદૂતે પોતાના પત્રમાં ખુલાસો કર્યો છે કે તેમના કર્મચારીઓને છેલ્લા ઘણા મહિનાઓથી પગાર ચૂકવવામાં આવી રહ્યો નથી. માત્ર એક રિસેપ્શનિસ્ટ જ બાકી છે જે ફોન કૉલનો જવાબ આપે છે. જાવિદે ટ્‌વીટ કર્યું, ‘અમને છેલ્લા ૬ મહિનાથી કાબુલથી કોઈ પગાર મળ્યો નથી, અમે રાજદ્વારીઓ વચ્ચે એક કમિટી બનાવી હતી જેથી નાણાકીય સંકટનો ઉકેલ લાવી શકાય.’ તેમણે આ પત્ર ૧ જાન્યુઆરીએ અફઘાન વિદેશ મંત્રાલયને મોકલ્યો હતો, પરંતુ સોમવારે તેને ટ્‌વીટ કરીને દુનિયા સામે જાહેર કર્યો હતો. રાજદૂત જાવિદે તેમના અનુગામી માટે કેટલાક પૈસા છોડી દીધા છે. તેમણે કહ્યું, ‘આજે ૧ જાન્યુઆરી ૨૦૨૨ સુધીમાં બેંક ખાતામાં ૧ લાખ ડોલર બચ્યા છે.’ જાવિદે કહ્યું એ નથી જણાવ્યું કે તે આગળ ક્યાં જઈ રહ્યા છે. જાવિદના પત્રમાં ખુલાસો થયો છે કે તેમણે દૂતાવાસની ૫ કારની ચાવી તેમની ઓફિસમાં છોડી દીધી છે. તેમણે એક સ્થાનિક કર્મચારીની નિયુક્તિ કરી છે જેથી જ્યારે તમામ રાજદ્વારીઓ જતા રહે તો લોકોના ફોન કોલ્સનો જવાબ આપી શકાય.

Afghannistani-Javid-Ahmad-Qaem-In-China.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *