National

પ્રધાનમંત્રીએ G20 શિખર સમ્મેલનમાં જાે બાઇડન, એમ્યુનલ મેક્રોન સાથે કરી મુલાકાત

બાલી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-૨૦ શિખર સમ્મેલનમાં ભાગ લેવા અને વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષિય બેઠકમાં ભાગ લેવા માટે સોમવારે બાલી પહોંચ્યા હતા. આજે મંગળવારથી બે દિવસિય જી-૨૦ શિખર સમ્મેલન શરું થઈ રહ્યું છે. આ સમ્મેલનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બિડન અને બ્રિટનના વડાપ્રદાન ઋષિ સુનક સહિત દુનિયાના ૨૦ મુખ્ય અર્થવ્યવસ્થા ધરાવતા દેશના વડાઓ સામેલ થશે. વડાપ્રધાન મોદીએ સોમવારે કહ્યું હતું કે તેઓ બાલીમાં જી૨૦ સમૂહના નેતાઓ સાથે વૈશ્વિક આર્થિક સમૃદ્ધિમાં નવા પ્રમાણ ફૂંકવા, દરેક વ્યક્તિ માટે ખોરાક અને ઊર્જાની સુરક્ષાને સુનિશ્ચિત કરવી જેવા પડકારો અંગે ચર્ચા કરશે.

File-01-Page-07-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *