National

અંકલેશ્વરમાં સરકારી અનાજ વગે કરવાનું કૌભાંડ ઝડપાયું

અંકલેશ્વર
લોકો પોતાના ફાયદા માટે અન્ય લોકો ના કોળિયા પણ ખેંચી જાય છે અને કાળાબજારી કરે છે ત્યારે અંકલેશ્વર જી.આઇ. ડી.સી માંથી સરકારી અનાજનો જથ્થો ખાનગી ગોડાઉનમાંથી મળી આવ્યો હતો. જાગૃત નાગરિકે આ જથ્થો સરકારી ટેમ્પા સાથે ઝડપી પાડતા તંત્ર ને જાણ કરતા અંકલેશ્વર પુરવઠા મામલતદાર તેમજ તેમની ટીમ સ્થળ પર દોડી આવી હતી.જી.આઇ.ડી.સી માનવ મંદિર આવેલા મધુવન શોપિંગ સેન્ટરમાં સરકારી બારદાનમાં રખાયેલો અનાજનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તપાસ કરતા માલુમ પડ્યું હતું અનાજનો જથ્થો દઢાલ મોકલવાના બદલે જીઆઇડીસીમાં સંગ્રહ કરાયો હતો. ટેમ્પો ડ્રાઇવર અને આ ખાનગી ગોડાઉનની વ્યવસ્થા કરી આપનાર સસ્તા અનાજની દુકાન નો અનાજનો જથ્થો આ ગોડાઉનમાં ખાલી કરાવ્યો હતો. ડ્રાઇવર પાસે ગેટ પાસ માંગતા તેણે દઢાલ ગામનો ગેટ પાસ બતાવ્યો હતો. જેમાં ૧૫૫ કટ્ટા ચોખા અને ૪૦ કટ્ટા ઘઉંનો ઉલ્લેખ હતો. પરંતુ આ ખાનગી ગોડાઉનમાં ઘઉંના એક પણ કટ્ટા ન હતા માત્ર ચોખાના કટ્ટા હતા. તેની સંખ્યા ૪૩૨ હતી. જે અંગે અંકલેશ્વર પુરવઠા મામલતદાર દ્વારા પંચકેશ કરી જથ્થો સીઝ કર્યો હતો.

File-02-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *