National

ધાનેરામાં પુત્રએ કાર રિવર્સ લેતા પિતાનું મોત થયું

ધાનેરા
ધાનેરા તાલુકાના છોટા અનાપુર ગામે મિલ્કતના ઝઘડામાં ભાઇને કારની ટક્કર મારવા જતાં તે ખસી જતાં બચી ગયો, કાર રિવર્સ લેતાં પિતાને ટક્કર વાગી હતી. જેમનું અમદાવાદ ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. ધાનેરાના અનાપુર છોટા ગામે પ્રકાશભાઇ કાંતિલાલ જાેષી અને દિનેશભાઇ જાેષી વચ્ચે મિલ્કતનો ઝઘડો ચાલતો હોઇ તેમની બહેન પ્રભા ગણપતભાઇ જાેષી ત્યાં આવી ભાગ પાડવા અંગે પુછયું હતુ. પ્રકાશભાઇ અને તેમનો દિકરો ભીખાભાઇ ઉશ્કેરાઇ ગયા હતા. જેમણે લાકડી મારતાં દિનેશભાઇને ઇજાઓ થઇ હતી. જેમને સારવાર કરાવી પરત લવાયા હતા. દરમિયાન ભીખાભાઇએ પોતાના ભાઇ ભાવેશભાઇ જાેષીને મારી નાંખવાના ઇરાદે કાર ચઢાવવા માટે પ્રયાસ કર્યો હતો. જાેકે, તેઓ ખસી ગયા હતા. દરમિયાન ભીખાભાઇએ પાછળ જાેયા વિના કાર રિવર્સ લેતાં તેમના પિતા પ્રકાશભાઇ જાેષી ગાડી નીચે આવી ગયા હતા. જેમને ગંભીર હાલતમાં પાલનપુર અને ત્યાંથી અમદાવાદ સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં મોત નિપજ્યું હતુ. આ અંગે ભાવેશભાઇએ ફરિયાદ નોંધાવી હતી.

Father-dies-after-son-crushes-car-while-undergoing-treatment.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *