નવીદિલ્હી
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ૨૦૨૩ની ફાઇનલમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો ર્નિણય લીધો છે. આ મેચમાં રવિચંદ્રન અશ્વિનને તક મળી નથી. ભારતીય ટીમમાં સામેલ રવીન્દ્ર જાડેજા એકમાત્ર સ્પિન બોલર છે.ભારતના મધ્યક્મમાં અજિંક્ય રહાણે લાંબા સમય પછી ટેસ્ટ મેચમાં વાપસી થઈ છે. બંને ટીમો પ્રથમ વખત આ ટ્રોફી જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમ ૨૦૧૩ પછી પ્રથમ ૈંઝ્રઝ્ર ટ્રોફી જીતવા માંગશે. ૨૦૧૩ની ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ ભારતે કોઈ ૈંઝ્રઝ્ર ટ્રોફી જીતી નથી. ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં વરસાદની છાયા છે. જાે કે પ્રથમ દિવસે હવામાન ચોખ્ખું રહેવાની ધારણા છે, પરંતુ ચોથા અને પાંચમા દિવસે વરસાદની શક્યતા છે. આવી સ્થિતિમાં જાે વરસાદના કારણે મેચ ડ્રો થશે તો બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. મેચમાં એક દિવસનો રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. જાે વરસાદના કારણે પાંચ દિવસમાં મેચ પૂર્ણ નહીં થાય તો છઠ્ઠા વધારાના દિવસે પૂર્ણ થશે. છેલ્લી ફાઇનલમાં પણ વરસાદ પડ્યો હતો અને છઠ્ઠા દિવસે મેચ પૂર્ણ થઈ હતી. ભારતઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, શ્રીકર ભરત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ. ઓસ્ટ્રેલિયાઃ ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમેરોન ગ્રીન, એલેક્સ કેરી (વિકેટ), પેટ કમિન્સ (સી), મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, સ્કોટ બોલેન્ડ.


