નવીદિલ્હી
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિકેટ-કીપર બેટ્સમેન અને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હાલમાં ૈંઁન્ ૨૦૨૩માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે કેપ્ટનશિપની ભૂમિકા ભજવતો જાેવા મળી રહ્યો છે. આ વર્ષે પણ ધોનીની કપ્તાનીમાં ઝ્રજીદ્ભ ૭ માંથી ૫ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. માહી કેપ્ટન કૂલ તરીકે ઓળખાય છે. તે દરેક પરિસ્થિતિમાં શાંત અને સ્થિર રહેવા માટે જાણીતો છે. જાે કે, મેચ દરમિયાન કેટલીક એવી બાબતો પણ આવે છે જ્યારે માહી તેની ઈમેજથી વિપરિત વ્યવહાર કરતો જાેવા મળે છે. આજે અમે આપને કેપ્ટન કૂલ માહીની એવી જ ૫ મોમેન્ટ્સ વિશે જણાવવી રહ્યાં છીએ જ્યારે તે ખેલાડી અને એમ્પાયર પર ગુસ્સે થતો જાેવા મળ્યો હતો. ૈંઁન્ ૨૦૧૯માં ૧૮મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે આ ઘટના સામે આવી હતી, આ મેચમાં સીએસકેએ ૧૬૦ રનનો સ્કોર બનાવ્યો હતો અને પોતાની શાનદાર બોલિંગથી પંજાબને વધુ રન કરતા રોક્યા હતા. બીજી ટર્ડ પંજાબને ૧૨ બોલમાં ૩૯ રનની જરૂર હતી ત્યારે દીપક ચહર તેની ચોથી ઓવર નાખવા આવ્યો હતો. ચહરે તેના પહેલા જ બોલમાં નો બોલ નાખ્યો જેમાં બેટ્સમેન દ્વારા બાઉન્ડ્રી મારવામાં આવી હતી. આ બાદ ફરીથી એક નો બોલ થ્રો કરવામાં આવ્યો હતપ. જેમાં પંજાબને વધુ ૨ રન મળ્યા હતો. આ બાદ ધોનીને બોલિંગ માર્કર પર ચહર પાસે આવવું પડ્યું અને તેની આ પ્રકારની બોલિંગ માટે તેને ઠપકો પણ આપ્યો હતો. તેના વિડીયોમાં સ્પષ્ટ જાેઈ શકાય છે કે ધોની ચહરને તેની ભૂલ સમજાવતો દેખાઈ રહ્યો હતો અને ચેહરે તેની ભૂલ પણ સ્વીકારી લીધી હતી. આ બાદ ચેન્નાઈએ ૨૨ રનથી મેચ પોતાના નામે કરી હતી.ૈંઁન્ ૨૦૧૯માં રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેના મુકાબલમાં દુનિયાએ ધોનીનુ એક અલગ સ્વરૂપ જાેયું. આ મુકાબલમાં રાજસ્થાન રોયલ્સે ૧૫૧ રન બનાવ્યા હતા. આ બાદ કેપ્ટન કૂલ ૪૩ બોલમાં ૫૮ રન બનાવ્યા, જાે કે મેચની છેલ્લી ઓવરમાં તે આઉટ થઈ ગયો અને ટીમને ૩ બોલમાં ૮ રનની જરૂર હતી. બોલર બેન સ્ટોક્સે મિશેલ સેન્ટનરને સ્લો ફુલ ટોસ આપ્યો હતો, જેમાં તેણે બે રન લીધા. અમ્પાયરે શરૂઆતમાં તેને નો-બોલ જણાવ્યો હતો. જાે કે, લેગ-અમ્પાયરે તેને કાયદેસરના બોલ તરીકે માન્યા રાખ્યો અને નો બોલ રદ્દ કર્યો હતો. આ તમામ ઘટનાક્રમ બાદ ધોની મેદાનમાં આવ્યો અને બંને અમ્પાયરો સાથે દલીલ કરી. હતી. તેણે ર્નિણયને આગળ મોકલવા દબાણ કર્યું હતું. અમ્પાયરોએ ના પાડી અને મેચ ચાલુ રહી હતી. મિશેલ સેન્ટનરે ત્યારપછીના બોલ પર ડબલ, વાઈડ અને સિક્સ ફટકારીને ઝ્રજીદ્ભ માટે મેચ જીતી લીધી હતી. આ મુકાબલાથી ઝ્રજીદ્ભ એ પ્લેઓફમાં સ્થાન મેળવ્યું તેમનું પ્રથમ ૈંઁન્ ટાઇટલ જીત્યું હતું. પંજાબે ૧૯૨ ના વિશાળ સ્કોર સામે ટીમે મીડલમાં સારી અને મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. ટીમને તેમને છેલ્લી ઓવરમાં ૧૬ રનની જરૂર હતી અને એમએસ ધોની અને એલ્બી મોર્કેલની જાેડી પીચ પર હતી. આમાં ધોનીએ ચાર બોલમાં ચાર, બે અને બે સિક્સર સાથે ગેમ પૂરી કરી હતી.વિનિંગ સિક્સ ફટકાર્યા પછી ઝ્રજીદ્ભ કેપ્ટન ધોની ઉત્સાહિત થઈ અને બૂમો પાડવા લાગ્યો હતો. આ દરમિયાન તે પોતાના ગ્લવથી પોતાના હેલમેટ પર મારતો જાેવા મળ્યો હતો. મુકાબલ પછી પોસ્ટ પ્રેઝન્ટેશન દરમ્યાન ધાનીએ ભાવનાત્મક થઈ જણાવ્યું કે ફ્રેન્ચાઇઝી ઘણા પૈસા ચૂકવે છે માટે ટીમે ઓછામાં ઓછુ સેમી ફાઈનલ સુધી તો પહોંચવું જ જાેઈએ. ૈંઁન્ ૨૦૨૨ની મેચ ઝ્રજીદ્ભ અને ઇઇ વચ્ચે રમાઈ હતી, તેની ૧૮મી ઓવરમાં અન્ય એક વિવાદાસ્પદ સામે આવ્યો હતો. આ વખતે દીપક ચહરની ઓવરના પાંચમા બોલમાં, ટોમ કુરેને ગુડ લેન્થના બોલને સ્લોગ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે તેના પેડ્સમાંથી બ્રશ થઈ ગયો અને ધોની દ્વારા કેચ થયો હોવાનું માનવામાં આવ્યું હતું. કુરન પોતે પણ આ ર્નિણયથી આશ્ચર્યમાં મુકાય ગયો હતો, જાે કે અંતે આ ર્નિણયને આગળ મોકલવામાં આવ્યો હતો. અલ્ટ્રા-એજમાં કોઈ સ્પાઇક દેખાતું ન હતું અને તે પણ જાેવામાં આવ્યું હતું કે ધોનીએ કેચ કરવાનો પ્રયાસ કર્યો તે પહેલાં જ બોલ બાઉન્સ થયો અને અંતે ર્નિણય પલટી ગયો હતો. આવું થવાને કારણે ધોની નારાજ થયો અને તે આ ર્નિણયથી નાખુશ જાેવા મળ્યો હતો. જે બાદ તેણે અમ્પાયર સાથે પણ લાંબી ચર્ચા કરી હતી. ૈંઁન્ ૨૦૨૧ ના ઝ્રજીદ્ભ અને સ્ૈં વચ્ચેના ૩૦ માં મુકાબલમાં ધોનીએ તેના સ્વભાવથી વિપરીત રૂપ બતાવ્યું હતો. તે ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો સાથે કોઈ કન્ફ્યુઝનમાં ફસાયો હતો. બીજી ઇનિંગ્સની ૧૮ મી ઓવરમાં સૌરભ તિવારીએ દીપક ચહરની બોલ પર સ્કૂપ શોટ મારવાનો પ્રયાસ કર્યો હતો, શોર્ટ ફાઇન-લેગ પોઝિશન પર તે કેચ પકડી શકાય તેવી સ્થિતી હતી. આ જાેઈ ધોની કેચ લેવા માટે દોડ્યો પરંતુ બ્રાવો પહેલાથી જ ત્યાં હતો. જેના કારણે કોણ કેચ પકડશે તેનુ કન્ફ્યુઝન પેદા થયું અને કેચ મીસ થઈ ગયો હતો. આ ઘટનાક્રમ બાદ ધાની બ્રાવોથી નારાજ થયો અને તેને ગુસ્સામાં ઠપકો પણ આપ્યો હતો.


