Delhi

ટી-૨૦ ફોર્મેટમાંથી રોહિત શર્મા નહિ પણ આ ખેલાડીને મળશે ટીમની કમાન

નવીદિલ્હી
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝની તૈયારીમાં વ્યસ્ત છે. આ દરમિયાન બુધવારે ટી-૨૦ ટીમની પસંદગી કરવામાં આવી. નવા ચિફ સિલેક્ટરે પદ સંભાળતાના એક દિવસ બાદ જ આ ટીમની ઘોષણા કરી છે. જેમા રોહિત શર્મા અને વિરાટ કોહલીનું નામ ન હતું. જ્યારે ત્રણ નવાં ચહેરાઓને સામેલ કરવામાં આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમ ખાસ કરીને ટી-૨૦ ફોર્મેટમાં હવે યુવાઓને પ્રોત્સાહન આપી રહી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પોતાની શાનદાર કેપ્ટનશીપને લઇ શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા હાર્દિક પંડ્યાને પસંદગીકર્તાઓએ ટી-૨૦ ટીમની કમાન સોંપી છે. ગત ચાર સિરીઝમાં તે જ ટીમની આગેવાની કરતો નજર આવ્યો છે. ઓસ્ટ્રેલિયામાં રમાયેલ આઇસીસી ટી-૨૦ વિશ્વ કપ બાદથી જ રોહિત શર્માને ટી-૨૦ ટીમમાં સ્થાન મળ્યું નથી. પસંદગીકર્તાઓના આ પગલાથી સાફ છે કે, તેઓ આ ફોર્મેટમાં તેને કેપ્ટનશીપની જવાબદારી પણ સોંપવાના નથી. સતત ટીમમાં નામ સામેલ ન કરવું તે પણ સ્પષ્ટ ઇશારો છે કે, પસંદગીકર્તાઓએ રોહિત શર્માથી આગળ વધવાનો ર્નિણય કરી લીધો છે. વિરાટ કોહલી દ્વારા ટી-૨૦ ફોર્મેટની કેપ્ટનશીપ છોડી દીધા બાદ રોહિત શર્માને આ ફોર્મેટની કેપ્ટનશીપ આપવામાં આવી હતી. આઇસીસી વિશ્વકપ ૨૦૨૧માં શરમજનક હાર બાદ ટીમ પ્રથમ સેગમેન્ટથી જ બહાર થવા મજબૂર થઇ ગઇ હતી. ૨૦૨૨માં રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ સેમીફાઇનલ સુધી પહોંચવામાં સફળ રહી હતી પરંતુ ઇંગ્લેન્ડ સામે ૧૦ વિકેટે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ બાદ ટી-૨૦ ફોર્મેટમાં ન તો રોહિત રમવા ઉતર્યો અને ન તો તે કેપ્ટનશીપ કરતા જાેવા મળ્યો છે. રોહિત શર્માને સતત સીરિઝ દર સીરિઝ પસંદગીકર્તાઓ દ્વારા ટી-૨૦ ટીમથી બહાર રાખવાનો સાફ સંકેત છે કે, હવે ૨૦૨૪ ટી-૨૦ વિશ્વકપમાં પણ તેને તક ન આપવાને લઇ વિચાર થઇ રહ્યો છે. હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ જ ભારતીય ટીમ આગામી ટી-૨૦ વિશ્વકપ રમવા ઉતરશે. નવાં ચીફ સિલેક્ટર્સ અજીત અગરકર આ મામલે પણ પારદર્શિતા રાખશે. એવી પણ આશા છે કે, આ વાતની આધિકારીક પુષ્ટિ પણ ખુબ જ જલ્દી થશે.

File-01-Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *