Delhi

તિલક વર્માને મિડલ ઓર્ડરમાં સામેલ કરવા રવિ શાસ્ત્રીની હિમાયત

નવીદિલ્હી
ભારતના બે ભૂતપૂર્વ ક્રિકેટર અને ૧૯૮૩ની વર્લ્ડ ચેમ્પિયન ટીમના સદસ્ય રવિ શાસ્ત્રી અને સંદીપ પાટિલે ઓકટોબરમાં ભારતમાં યોજાનારા વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં મિડલ ઓર્ડરને મજબૂત કરવા માટે ભારતીય ટીમમાં તિલક વર્માને સામેલ કરવાની શુક્રવારે હિમાયત કરી હતી. પાંચમી ઓક્ટોબરથી ભારતમાં આઇસીસી વન-ડે વર્લ્ડ કપનો પ્રારંભ થનારો છે અને ૧૯મી નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તેની ફાઇનલ મેચ રમાશે. રવિ શાસ્રીએ જણાવ્યું હતું કે ૨૦ વર્ષીય તિલક વર્માને મિડલ ઓર્ડરમાં લાભ એ થશે કે તે ડાબોડી બેટ્‌સમેન છે. તિલક વર્માથી હું ઘણો પ્રભાવિત થયો છું. હું ડાબોડી બેટ્‌સમેનને ટીમમાં પસંદ કરીશ. એક સમયે યુવરાજ સિંઘ હતો અને તે પહેલા સુરેશ રૈના પાંચમા ક્રમે રમવા આવતો હતો. આમ હું તિલક વર્માને લઈને એ દિશામાં વિચારી રહ્યો છું. એ વખતે સંદીપ પાટિલ અને એમએસકે પ્રસાદ પસંદગીકાર હતા. હવે હું પસંદગીકાર હોત તો મારી પેનલની સાથે સાથે હું પણ વર્તમાન ફોર્મની સાથે સાથે તિલક કેવી રીતે રન ફટકારી રહ્યો છે તે દિશામાં વિચારીને ર્નિણય લેતો હોત તેમ શાસ્ત્રીએ ઉમેર્યું હતું. તેણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ મહિનાથી તે જે રીતે બેટિંગ કરી રહ્યો છે અને રન ફટકારી રહ્યો છે. પછી તે મુંબઈ ઇન્ડિયન્સ માટે હોય કે ભારત માટે, દબાણ હેઠળ હોય, ગમે તે હરીફ હોય કે વિપરીત પરિસ્થિતિ હોય પણ આ પ્રકારના એકદમ યુવાન બેટ્‌સમેને કોઈ કસર બાકી રાખી નથી. તિલક વર્માએ તાજેતરમાં વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ત્રણેય ટી૨૦માં રન ફટકાર્યા હતા અને એ તેની કારકિર્દીની પ્રથમ સિરીઝ હતી. શાસ્ત્રીએ જણાવ્યું હતું કે શોટની પસંદગીની વાત હોય કે શોટમાં વૈવિઘ્યતાની વાત હોય તે તમામ બાબતોમાં સક્ષમ છે. આમ હું તેને મિડલ ઓર્ડરમાં સામેલ કરવાનું પસંદ કરીશ કેમ કે તે હાલમાં શાનદાર ફોર્મમાં છે. શાસ્ત્રીની માફક સંદીપ પાટિલે પણ સૂર્યકુમાર યાદવની સાથે સાથે તિલક વર્માના સમાવેશની હિમાયત કરી હતી. તેણે જણાવ્યું હતું કે તેમાં કોઈ શંકા નથી કે ભારતે તિલક વર્માને વન-ડે ટીમમાં પસંદ કરી લેવો જાેઇએ. તેની સાથે સાથે સૂર્યકુમાર યાદવને પણ ટીમમાં સ્થાન આપવું જાેઇએ. ટીમના બેલેન્સ અને હરીફ ટીમને જાેઇને પસંદગી થવી જાેઇએ પરંતુ મારી ટીમમાં તિલક વર્મા અને સૂર્યા યાદવ બંનેને સ્થાન મળશે. રવિ શાસ્ત્રીએ હજી બે દિવસ અગાઉ જ કહ્યું હતું કે એશિયા કપ અને વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમમાં તે સાતમાંથી ત્રણ ડાબોડી બેટ્‌સમેનને સામેલ કરી શકે તેમ છે.

Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *