નવીદિલ્હી
ૈંઝ્રઝ્ર ર્ંડ્ઢૈં ઉર્ંઇન્ડ્ઢ ઝ્રેંઁ ૨૦૨૩ આ વર્ષના અંતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં રમાશે. ક્રિકેટની આ સૌથી મોટી ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ શકે એવી શક્યતાઓ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વ કપનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે જેની ક્ષમતા ૧ લાખથી વધુ છે. તાજેતરના અહેવાલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ચેન્નાઈમાં ભારતઓસ્ટ્રેલિયા સામે તેની પ્રથમ મેચ રમી શકે છે. આ ઉપરાંત, ૧૫ ઓક્ટોબર, રવિવારના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે જેની ચાહકો આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. ક્રિકેટ સ્કોર્સ અને માહિતી આપતી વેબસાઇટ ક્રિકબઝના તાજેતરના અહેવાલ મુજબ, ટૂર્નામેન્ટની પ્રથમ મેચ છેલ્લા વર્લ્ડકપના ફાઇનલિસ્ટ ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ૫ ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે અને ફાઇનલ પણ ૧૯ નવેમ્બરના રોજ આ જ સ્થળે રમાશે. અન્ય એક અહેવાલ અનુસાર, ભારતની લીગ મેચો સાત સ્થળોએ યોજાશે. જાે યજમાન ટીમ ફાઇનલમાં પહોંચશે તો ભારત-પાકિસ્તાન મેચ સિવાય અમદાવાદમાં વધુ એક મેચ જાેવા મળી શકે છે.અમદાવાદ, ચેન્નાઈ, બેંગલુરુ અને હૈદરાબાદ ઉપરાંત કોલકાતા, દિલ્હી, ઈન્દોર, ધર્મશાલા, ગુવાહાટી, રાજકોટ, રાયપુર અને મુંબઈ હાલમાં નિયુક્ત સ્થળો છે, જ્યાં વર્લ્ડ કપની મેચો રમાશે. મોહાલી અને નાગપુર એવા સ્ટેડિયમો આ યાદીમાંથી બહાર છે. સેમી ફાઈનલ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાય તેવી અપેક્ષા છે, જે ૨૦૧૧ ર્ંડ્ઢૈં વર્લ્ડ કપની ફાઈનલની સાક્ષી હતી.ભારત પોતાના ઉર્ંઇન્ડ્ઢઝ્રેંઁ ૨૦૨૩ અભિયાનની શરૂઆત પાંચ વખતની વિજેતા ટીમ ઓસ્ટ્રેલિયા સામે કરશે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં યોજાય તેવી પૂરી સંભાવના છે. અહેવાલો અનુસાર, અત્યાર સુધી તૈયાર કરાયેલા એક કામચલાઉ ટાઈમટેબલ મુજબ, ૧૯૯૨ વર્લ્ડ કપ વિજેતા પાકિસ્તાન તેમની મેચ અમદાવાદ, હૈદરાબાદ, ચેન્નાઈ અને બેંગલુરુમાં રમશે.ભારતમાં યોજાનાર ૨૦૨૩ ૈંઝ્રઝ્ર મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપમાં આઠ ટીમોએ એન્ટ્રી મારી લીધી છે. ચેમ્સફોર્ડ ખાતે બાંગ્લાદેશ-આયર્લેન્ડ સુપર લીગની મેચ વરસાદના કારણે ધોવાઈ ગયા બાદ દક્ષિણ આફ્રિકાએ મંગળવાર, ૯ મેના રોજ તેમનું સ્થાન નિશ્ચિત કર્યું છે.ૈંઝ્રઝ્ર ર્ંડ્ઢૈં સુપર લીગ દ્વારા વર્લ્ડ કપમાં પ્રવેશવા માટે આયર્લેન્ડને શ્રેણીની ત્રણેય મેચ જીતવી જરૂરી હતી. આવી સ્થિતિમાં દક્ષિણ આફ્રિકા આપોઆપ ક્વોલિફાય થઈ શકે એમ નહોતું, પરંતુ હવે આયર્લેન્ડને જૂન અને જુલાઈમાં યોજાનાર અંતિમ ક્વોલિફાઈંગ રાઉન્ડમાંથી પસાર થવું પડશે. તો બીજી તરફ બાંગ્લાદેશે આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાનાર વર્લ્ડ કપમાં પોતાનું સ્થાન પહેલેથી જ સુરક્ષિત કરી લીધું છે. વર્લ્ડ કપની ૨૦૧૯ની જેમ, મેચો રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં રમાશે, જ્યાં દરેક ટીમ ઓછામાં ઓછી એક વખત બીજી ટીમ સામે રમશે. ત્યારબાદ દરેક ટીમની નવ મેચ રમ્યા બાદ અંતે ટોચની ચાર ટીમો હશે, જે સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. વર્લ્ડ કપમાં કુલ ૧૦ ટીમો અને ૪૮ મેચ રમાશે.


