Delhi

મોહાલીમાં ઇઝ્રમ્નો રેકોર્ડ તૂટતા રહી ગયો, LSGએPBKSજીનો કર્યો હિસાબ બરાબર

નવીદિલ્હી
ૈંઁન્, ન્જીય્ ફજ ઁમ્દ્ભજીઃ પ્રથમ બેટિંગ કરીને લખનૌ સુપર જાયન્ટ્‌સે ૫ વિકેટના નુકસાન પર ૨૫૭ રન બનાવ્યા હતા. ૈંઁન્ ૨૦૨૩નો આ સૌથી મોટો સ્કોર છે. આ દરમિયાન આઈપીએલ ઈતિહાસના સૌથી મોટા સ્કોરનો રેકોર્ડ તૂટતા બચી ગયો હતો. ૈંઁન્ના ૧૫ વર્ષના ઈતિહાસમાં સૌથી મોટો સ્કોર ૨૬૩ રન છે, જે ઇઝ્રમ્ના નામે છે. સુપરજાયન્ટ્‌સ તરફથી માર્કસ સ્ટોઈનિસે ૪૦ બોલમાં ૭૨ રન બનાવ્યા હતા. ૈંઁન્ ૨૦૨૩માં ૮ મેચમાં સુપર જાયન્ટ્‌સની આ ૫મી જીત છે, જ્યારે પંજાબની ૮ મેચમાં આ ચોથી હાર છે. આઈપીએલની ૨૦૨૩ની સિઝનની ૩૮મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્‌સના બેટ્‌સમેનોએ મોહાલીમાં રનનો વરસાદ કર્યો હતો. કેએલ રાહુલની કેપ્ટનશીપવાળી ટીમે આઈપીએલ ના ઈતિહાસમાં બીજાે સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. હાઈ સ્કોરિંગ મેચમાં પંજાબના કિંગ્સ વિરોધી બોલરો સામે ટકી શક્યા ન હતા. લખનૌ સુપર જાયન્ટ્‌સ દ્વારા નિર્ધારિત ૨૫૮ રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતા શિખર ધવનની આગેવાની હેઠળની ટીમ ૧૯.૫ ઓવરમાં ૨૦૧ રન બનાવીને પેવેલિયન ભેગી થઈ ગઈ હતી અને મેચ ન્જીય્એ ૫૬ રનથી જીતી લીધી હતી. લખનૌ સુપર જાયન્ટ્‌સની ૮ મેચમાં આ પાંચમી જીત છે જ્યારે પંજાબ કિંગ્સની આઠ મેચમાં ચોથી હાર છે. આ જીત સાથે લખનૌ સુપર જાયન્ટ્‌સના ૧૦ પોઈન્ટ થઈ ગયા છે અને તે પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર પહોંચી ગઈ છે. આ સાથે લખનૌ સુપર જાયન્ટ્‌સે અગાઉની હારનો હિસાબ બરાબર કરી લીધો હતો. પંજાબ કિંગ્સે પહેલા હાફમાં સુપર જાયન્ટ્‌સને તેના હોમ ગ્રાઉન્ડ પર ૨ વિકેટથી હરાવ્યું હતું. ૨૫૮ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની શરૂઆત સારી રહી ન હતી અને ટીમ નિયમિત અંતરે વિકેટો ગુમાવતી રહી હતી. પંજાબ માટે અથર્વ તાયડે ૬૬ રન જ્યારે સિકંદર રઝાએ ૩૬ રન બનાવ્યા હતા જ્યારે લિયામ લિવિંગસ્ટોને ૨૩ રનનું યોગદાન આપ્યું હતું. લખનૌ સુપર જાયન્ટ્‌સ તરફથી યશ ઠાકુરે ૪ જ્યારે નવીન-ઉલ-હકે ૩ વિકેટ લીધી હતી, જ્યારે રવિ બિશ્નોઈએ ૨ વિકેટ લીધી હતી. આ પહેલા કાયલ માયર્સ અને માર્કસ સ્ટોઈનિસની આક્રમક ઈનિંગ્સના આધારે લખનૌ સુપર જાયન્ટ્‌સે ૫ વિકેટે ૨૫૭ રન બનાવ્યા હતા, જે આઈપીએલના ઈતિહાસમાં બીજાે સૌથી મોટો સ્કોર છે. પાવરપ્લેમાં માયર્સે ૨૪ બોલમાં ૫૪ રન બનાવ્યા હતા જ્યારે સ્ટોઇનિસે ૪૦ બોલમાં ૭૨ રન બનાવ્યા હતા. આયુષ બદોનીએ ૨૪ બોલમાં ૪૩ અને નિકોલસ પૂરને ૧૯ બોલમાં ૪૫ રન બનાવ્યા હતા. ત્રણ મેચ બાદ પરત ફરેલા શિખર ધવને ટોસ જીત્યા બાદ બોલિંગ કરવાનો ર્નિણય કર્યો હતો જે ખોટો સાબિત થયો. રાહુલ ચહર સિવાય તેના તમામ છ બોલરોએ ઓવર દીઠ દસથી વધુ રનની એવરેજથી રન આપ્યા હતા. ફોર્મમાં રહેલા અર્શદીપ સિંહે ચાર ઓવરમાં ૫૪ રન આપ્યા હતા. કાગિસો રબાડાએ ચાર ઓવરમાં ૫૨ રન આપ્યા હતા જાેકે તેને બે વિકેટ મળી હતી. આઈપીએલના ઈતિહાસમાં આ બીજાે સૌથી મોટો સ્કોર છે. સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના નામે છે જેણે ૨૦૧૩માં ક્રિસ ગેલના ૧૭૫ રનની મદદથી ૨૬૩ રન બનાવ્યા હતા. માત્ર લખનૌનો કેપ્ટન કેએલ રાહુલ બેટ્‌સમેનોની મનપસંદ પીચ પર ચાલી શક્યો ન હતો અને નવ બોલમાં ૧૨ રન બનાવીને આઉટ થયો હતો. ગુરનૂર બ્રારની બોલ પર મેચના પ્રથમ બોલ પર તેને જીવન પણ મળ્યું પરંતુ તે તેનો ફાયદો ઉઠાવી શક્યો નહીં. માયર્સે પહેલી જ ઓવરમાં અર્શદીપને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં સાત ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. માયર્સના આઉટ થયા બાદ સ્ટોઈનિસ અને બડોનીએ ૪૭ બોલમાં ૮૯ રન જાેડ્યા હતા. સ્ટોઇનિસે પોતાની ઇનિંગમાં પાંચ છગ્ગા અને છ ચોગ્ગા ફટકાર્યા હતા. લખનૌએ છેલ્લી છ ઓવરમાં ૭૩ રન બનાવ્યા હતા. સ્ટોઇનિસ ૧૩મી ઓવરમાં આઉટ થઈ ગયો હોત પરંતુ લિયમ લિવિંગસ્ટોને લોંગ ઓન પર કેચ લેવાના પ્રયાસમાં બાઉન્ડ્રીને ટચ કરી લીધી હતી.

File-01-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *