સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન શ્રી ભરતભાઈ ગીડા દ્વારા સાંપ્રત સમયમાં પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લીંક કરાવવાની કામગીરી અંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને એક પત્ર લખ્યો.
જેમાં તેમણે લખ્યું છે કે.
તારીખ :૧૮-૩-૨૦૨૩
પ્રતિ શ્રી
ભૂપેન્દ્રભાઈ પટેલ
મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય.
વિષય:-પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરાવવાની બે રોકટોક ચાલી રહેલ કામગીરી બાબત.
જય ભારત સાથ જણાવવાનું કે સોશિયલ મીડિયાના માધ્યમથી ક્યાંકને ક્યાંક લોકો ગેરમાર્ગે દોરાણા છે. પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની સોશિયલ મીડિયામાં પોસ્ટ ફરતાં અમરેલી જિલ્લાની જનતા ગેરમાર્ગે દોરાણી છે. ક્યાંકને ક્યાંક સરકારની આ પોલિસી લોકો સુધી પહોંચી નથી તેના કારણે નાના અને મધ્યમ વર્ગના લોકો અચમંજસ્થ થયા છે. ખાસ કરીને અમરેલી જિલ્લામાં સાયબર કાફે જેવા સેન્ટરો ઉપર બેરોકટોક પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરાવવાની કામગીરી ચાલી રહી છે. ૧૦૦૦ રૂપિયા ચલણ ભરવામાં આવે છે અને ૨૫૦ રૂપિયા આધાર પાન લિંક કરવાની ફી વસૂલવામાં આવે છે. ત્યારે જિલ્લાની જનતા આ પ્રકારની કામગીરીને લઈને બેફામ લૂંટાઇ રહી છે તેવું મારૂ માનવું છે સરકારની જો આવી કોઈ આ પોલીસી માટે ગ્રામ પંચાયતના વીસીઇ મારફતે આ કામગીરી કરવામાં આવે. અને આ બાબતે જિલ્લાની જનતા સુધી યોગ્ય માહિતી મળી નથી. અમરેલી જિલ્લો પછાત વર્ગનો હોવાને કારણે લોકો પણ માહિતગાર નથી અને ૩૧ માર્ચ પછી ૧૦૦૦૦ રૂપિયા પેનલ્ટી ભરવાની સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને જાણ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે જે અન્વયે આ નાના અને મધ્યમ વર્ગના લોકોને પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક માટેનો સમયમાં વધારો કરવામાં આવે અને તેમની જે ૧૦૦૦ જેટલી રકમ લેવામાં આવી રહી છે તેમાં ઘટાડો કરવામાં આવે તેવી એમોની લાગણી અને માંગણી સાથેની રજૂઆત છે જેમને સરકારશ્રી દ્વારા યોગ્ય કાર્યવાહી કરે તેવી મારી માંગ છે.
આપનો સ્નેહાધીન,
(ભરતભાઇ બી. ગીડા) પૂર્વ-ચેરમેન જિલ્લા પંચાયત અમરેલી
નક્લ રવાના
1_જિલ્લા કલેકટર અમરેલી
2_મામલતદાર શ્રી સાવરકુંડલા
રહેઠાલ : મુ. પીયાવા, તા. સાવરકુંડલા, જિ. અમરેલી. ઓફીસ : સિંચાઈ શાખા, ડી.એલ.બી. સોસાયટી,


