આગામી તા.૨૩ થી ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૩ દરમિયાન કામધેનુ યુનિવર્સિટીના નેજા હેઠળ કાર્યરત પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, જૂનાગઢ ખાતે આઇ.સી.એ.આર. નવી દિલ્હીની ટીમ આવનાર છે. આ ટીમ દ્વ્રારા યુનિવર્સિટીની વેટરનરી કોલેજ, જૂનાગઢના સ્નાતક, અનુસ્નાતક અને પી.એચ.ડી.ના અભ્યાસક્રમોનું પંચવાર્ષિક રીવ્યુ/ઇન્સ્પેકશન કરવામાં આવશે.
આ રીવ્યુ દરમિયાન મહાવિદ્યાલયમાં ચાલતી શિક્ષણ, સંશોધન તેમજ વિસ્તરણને લગતી તમામ પ્રવૃતિઓનું અવલોકન તથા માળખાકીય સુવિધાઓ જેવી કે કોલેજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લેબોરેટરી-સાધનો, હોસ્ટેલ, પશુ દવાખાનું, રમત-ગમતની સુવિધાઓ વગેરેની ચકાસણી કરવામાં આવશે. રીવ્યુ ટીમ દ્વારા આ મહાવિદ્યાલયનો રીપોર્ટ સમગ્ર રાજ્ય અને દેશમાં મોખરે રહે તે માટે આ મહાવિદ્યાલયના આચાર્ય અને ડીનશ્રી ડો.પી.એચ.ટાંક, ડો.દીનદયાળ ગર્ગ, ડો.ભાવેશ ત્રાંગડીયા અને કોલેજની સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે.
