Gujarat

આજ રોજ હડિયાણા ગામે શ્રી ગોવાબાપા ના મંદિરે ઘડિયા લગ્ન સ.2079 જેઠ સુદ 14 તા.03.06.2023 ને શનિવારે યોજવામાં આવેલા છે……………………………..

ઘડિયા લગ્ન સમિતિ જામનગર. જોડિયા. ધ્રોલ. પડધરી.કાલાવડ. વિસ્તાર ના ઘડિયા લગ્નના સમિતિ ના સાથ સહકાર આપવા માં આવે
છે…………………………………
…………………………………….
ખાસ એ છે કે મુળ હડિયાણા ગામના અને હાલમાં સાપર ગામે પોતાના દીકરી. જમાઈ ને ત્યાં રહેતા. ગ.ગા.સ્વ. વખતીબેન પરસોત્તમભાઈ કાનાણી અને ચી.પાર્થ રાજેશ ભાઈ કાનાણી આ બન્ને ગ.ગા. સ્વ.વખતીબેનના દીકરી અને જમાઈ સાપર ગામે રહે છે. ચી. પિતા અને માતા તથા દાદા હાલમાં નથી. અને તે પોતે અને તેમના દાદીમાં તેમના સગા ફઇબા અને ફુવા  સાપર ગામે રહે છે. અને જ્યારે પાર્થ પોતાની સાવ સમજશક્તિ ન હતી. ત્યારે તેમના પિતા નું દુઃખદ અવસાન થયું હતું. નાનપણથી જ માતા પિતાની છત્રછાયા વિના મોટો થયો છે.આજના યુગમાં દીકરા કરતા દીકરીઓ મુશ્કેલીઓ માંજ વધુ ને વધુ ઉપયોગ માં આવે છે. અને જન્મ દેનાર માતા અને તેમના સગા ભાઈ ના દીકરા ને પોતાના ઘરે રાખી ને સમાજમાં એક નવું ઉદાહરણ પુરૂ પાડ્યું છે.આવા દીકરી..જમાઈ ને લાખ લાખ અભિનંદન આપ્યા છે……….
…………………………………
 ઘડિયા લગ્ન સમિતિ જોડિયા તાલુકાના પ્રમુખશ્રી તથા
હડિયાણા ગામના ઉમિયા સમિતિના સભ્યો ઠાકરશીભાઈ ભીમાણી.. મુકેશભાઈ કાનાણી.. હસમુખભાઈ કાનાણી..રાજેશભાઈ પાડલીયા ..વીપુલભાઈ કલાવડિયા..  ……………………..
આજ રોજ હડિયાણા ગામના  વર પક્ષના  પરિવાર ગામના જ વતની છે.. જેમાં હડિયાણા ગામના  ગ.સૌ. સરોજબેન તથા સ્વ. રાજેશભાઈ પરસોત્તમભાઈ  કાનાણી ના સુપુત્ર ચી.પાર્થ ના સમાણા ગામના વતની અ. સૌ.
ચન્દ્રીકાબેન તથા  કરશનભાઇ વાદી ની સુપુત્રી ચી. ડેનિસા ના લગ્ન તા.03.06.2023 ના રોજ  જેઠ સુદ 14 ના શનિવાર દિવસે યોજવામાં આવ્યા હતા..
ઘડિયા લગ્નમાં સમાજ દ્વારા દરેક પરિવાર ને  આર્થિક. માનસીક. શારીરિક તથા સમયની ઊર્જા ખૂબ મોટા પ્રામાણમાં બચાવી તેમજ સમાજ જીવનમાં ઉતાવળે ઉછીની ફેશન. પશ્ચિમી અનુકરણ.સંપતિવાનના ભબકાથી અંજાય બીન જરૂરી દેવાદાર બનતા અટકાવવા. સમાજનાં નાના પરિવાર ને વગર આગળી પકડયે સ્વમાનભેર ઉભા રહેવા. સામાજિક વાતાવરણ નું નિર્માણ કરવા. બચાવેલ ઉર્જા ને સામાજિક ઉત્થાન તરફ વાળવા. પછેડી જેવડી સોડ તાણી પ્રસંગ ઉકેલવા માટે નું સુંદર આયોજન એટલે ઘડિયા લગ્ન કહેવાય છે…..
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ:: હડિયાણા………………..

IMG_20230603_161356.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *