Gujarat

ઈપ્કોવાલા હૉલ ખાતે રાજ્યકક્ષાની બાળ નાટક અને નૃત્ય નાટિકા સ્પર્ધા યોજાશે

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ગાંધીનગરના ઉપક્રમે અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, ખેડા-નડીયાદ દ્વારા સંચાલિત રાજ્યકક્ષા બાળ નાટક,  નૃત્ય નાટિકા સ્પર્ધા-૨૦૨૨-૨૩ આગામી તારીખ ૧૮ ફેબ્રુઆરી-૨૦૨૩ના રોજ ઈપ્કોવાલા હૉલ, નડીયાદ ખાતે યોજાશે.
જેમાં ઉમેદવારો ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ સવારે ૦૯.૦૦ કલાકે શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, શ્રી સંતરામ મંદિર પરિસર, નડીયાદ ખાતે રિપોર્ટિંગ કરાવી શકશે. ત્યારબાદ ઈપ્કોવાલા હોલ ખાતે સ્પર્ધામાં ભાગ લઇ શકશે
સ્પર્ધામાં ભાગ લેવા ઉમેદવારોએ કેટલીક બાબતો ધ્યાનમાં લેવાની રહેશે જેમાં જે જિલ્લાના સ્પર્ધકો તા.૧૭ ફેબ્રુઆરી (સ્પર્ધાના આગળના દિવસે)ના રોજ રિપોર્ટિંગ કરવા માંગતા હોય તે જિલ્લાના મેનેજરએ આયોજકો  ડૉ. ચેતન શિયાણીયા, પ્રાંત યુવા વિકાસ અધિકારી, મો. ૯૭૨૨૨૧૯૭૭૨ અને  નયનભાઈ બ્રમભટ્ટ, કન્વીનર, મો. ૯૪૨૯૦૩૩૭૭૭ / ૯૪૦૮૯૨૦૦૦૪ ના મોબાઈલ નંબર પર અગાઉ જાણ કરીને આવવાનું રહેશે કે જેથી તેમના રહેવા-જમવા માટેની યોગ્ય વ્યવસ્થા કરી શકાય.
જિલ્લા ટીમ અથવા મેનેજરને રીપોટીંગ સમયે અચુકપણે હાજર રહેવાની સુચના આપવાની રહેશે. ઉમેદવારોએ  એન્ટ્રી જન્મ તારીખ સાથેની મોકલવી. સ્પર્ધકે પોતાના ફોટા સાથેનું આઇકાર્ડ (આધારકાર્ડ, ચુટણીકાર્ડ, પાનકાર્ડ પૈકી કોઈ એક ઓરીજનલ ) સાથે લાવવાનું રહેશે. સ્પર્ધકોને આવવા જવાનું એસ.ટી.(લકઝરી સિવાય) બસનું ભાડું આપવામાં આવશે. સરકાર ના નિયમ મુજબ પ્રવાસ સરકારી વાહન,બસ,ટ્રેન માં જ કરવો.
 સ્પર્ધકોએ સ્પર્ધા સ્થળે શિસ્તબદ્ધ રીતે વર્તવાનું રહેશે, ઉદઘાટન સમયે શિસ્તબદ્ધ રીતે ફરજીયાત બેઠક લેવાની રહેશે. જે તે કૃતિને અનુરૂપ આપની રજુઆત હશે તો જ સ્પર્ધામાં ભાગ લેવા દેવામાં આવશે અન્યથા આપને સ્પર્ધામાંથી રદ કરવામાં આવશે .ભાગ લેનાર સ્પર્ધકોએ સ્પર્ધા અગાઉ બે કલાક પહેલા રિપોર્ટીંગ કરવાનું રહેશે. સ્પર્ધાના સમયે અને સ્થળે કાર્યક્રમમાં જરૂરી ફેરફાર આયોજક કરી શક્શે. સ્પર્ધાનું પરિણામ, પુર્ણાહુતિ અથવા આયોજકો દ્વારા નક્કી થયા બાદ જાહેર કરવામાં આવશે. સ્પર્ધા અંગેની કોઈ પણ રજૂઆત મેનેજર મારફત સ્પર્ધકે HELPDESK માં જ કરવી. સ્પર્ધા પુરીથાયા બાદ કોઈ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહી. સ્પર્ધકો તથા ભાગ લેનાર સંસ્થાએ આયોજકોને સહકાર આપવાનો રહેશે.
સ્પર્ધા સ્થળે ઉપલબ્ધ સગવડોનો જ ઉપયોગ કરવામાં આવશે. જેથી વધારાની કોઇ સગવડ મળશે નહીં. નિર્ણાયકોનો નિર્ણય આખરી ગણાશે. જે તમામને બંધનકર્તા રહેશે. જેને પડકારી શકાશે નહીં. ભોજન, નિવાસ ફકત ભાગ લેનાર એન્ટ્રી તથા કલાકારો અને સહાયકો માટે જ કરવામાં આવશે. જેની જાણ તમામ કલાકાર/શાળા /સંસ્થાને કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.
સ્પર્ધા સ્થળે કે નિવાસ સ્થળે જરૂર પડે કોઈપણ રજુઆત મેનેજર તરીકે કરવામાં આવે તેની ખાસ સુચના આપવી. વાલીઓની રજુઆત ધ્યાન ઉપર લેવામાં આવશે નહીં. જિલ્લામાંથી આવનાર ટીમ કે સ્પર્ધક સાથે આવતા મેનેજર સાથે જ નાણાંકીય વ્યવહાર ચેક/RTGS દ્રારા કરવામાં આવશે. જેથી પ્રવાસખર્ચની વ્યવસ્થા કરી આવવાનું રહેશે. જેની જાણ  સાથે આવનાર મેનેજરને થવા જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *