Gujarat

ઊનાના પાતાપુર ગામે રહેણાંક મકાનમાંથી કબાટનું તાળુ તોડી રોકડ રકમની ચોરી તસ્કરો નાશી ગયા..

પરીવાર સુતો રહ્યો અને તસ્કરો મકાનમાં રહેલ કબાટમાંથી હાથ ફેરો કરી છું..

ઉના પંથકમાં કડકડતી ઠંડીની મોસમમાં તસ્કરો ફરી સક્રિય બની ગયા હોય તેમ રાત્રીના ઠંડીનો ફાયદો ઉઠાવી રહેણાંક મકાનોને નિશાન બનાવી અને ચોરી કરી નાશી છુટતા હોય છે. થોડી દિવસો પહેલા પણ ભીમપરા વિસ્તારમાં ધોળા દિવસે મકાનમાં પ્રવેશ કરી સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી થયેલ હોય ત્યારે ગત રાત્રીના સમયે ઉના તાલુકાના પાતાપુર ગામમાં રહેણાંક મકાનમા તસ્કરો પ્રવેશ કરી કબાટની પેટીનું તાળુ તોડી રોકડ રકમની ચોરી થતા પોલીસમાં લેખિત રજુઆત કરવામાં આવેલ હતી..

ઉનાના પાતાપુર ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા પાંચુભાઇ લાખાભાઇ ભાલીયા પોતાના રહેણાક મકાનમાં પરીવાર સાથે સુતા હતા. અને પોતે મકાનની ઓસરીમાં સુતા હોય ત્યારે રાત્રી દરમ્યાન કોઇ અજાણ્યા શખ્સો મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી અંદર રૂમમાં રહેલો કબાટની પેટીનું તાળુ તોડી રોકડ રૂ.૩૦ હજાર તેમજ તેમના દિકરાનું પાકીટ ફળીયા રાખેલ તેમાં રૂ.૧૨૫૦ આમ કુલ રૂ.૩૧,૨૫૦ રોકડની ચોરી કરી અજાણ્યા શખ્સો નાસી ગયેલ હોય વહેલી સવારે પાંચુભાઇ ઉઠીને જોતા દરવાજા ખુલ્લો હોય અને રૂમમાં જોતા કબાટનુ તાળુ તુટેલી હાલતમાં જોઇ ચોકી ઉઠ્યા હતા. અને આ ચોરી થઇ હોવાની પોલીસમાં લેખિત રજુઆત કરી તાત્કાલીક  ચોરની તપાસ કરી પકડી પાડવા પાંચુભાઇએ પોલીસમાં લેખિત રજુઆત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *