લોકેશન : ખેડા મહુધા
રિપોર્ટર : નિસાર શેખ મહુધા
ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન કેમ્પસ મહેમદાવાદ ખાતે પુર્વ સાંસદ ધારાસભ્ય સ્વર્ગીય અજીતસિંહ ડાભી નાઓના સ્મરણઅર્થે ગાયત્રી કેળવણી મંડળ , મહેમદાવાદ નાં મેનેજિંગ ટ્રસ્ટી ચન્દ્રશેખર સિંહ ડાભી તથા મંડળના ટ્રસ્ટી યજુવેન્દ્ર સિંહ ડાભી દ્વારા ‘ અજીતસિંહ ડાભી કપ ‘ ટી.10 ટેનીસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ટુર્નામેન્ટનું ઉદ્દઘાટન ગાયત્રી કેળવણી મંડળના મેનેજિંગ ટ્રસ્ટી ચન્દ્રશેખર સિંહ ડાભી દ્વારા કરવામાં આવ્યું હતું


