Gujarat

એમસીએક્સ પર સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં સીમિત રેન્જમાં સુધારો

નેચરલ ગેસ, મેન્થા તેલમાં નરમાઈઃ બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણઃ પ્રથમ
સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.5535 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.10149
કરોડનું ટર્નઓવરઃ ઈન્ડેક્સ વાયદાઓમાં રૂ.12 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 2,07,735 સોદાઓમાં કુલ રૂ.15,695.47 કરોડનું ટર્નઓવર નોંધાયું
હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.5534.67 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.10148.75
કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 46,158 સોદાઓમાં કુલ રૂ.3,160.11 કરોડનાં
કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં
રૂ.57,238ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.57,350 અને નીચામાં રૂ.57,164 ના મથાળે અથડાઈ,
પ્રથમ સત્ર સુધીમાં રૂ.81 વધી રૂ.57,296ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8
ગ્રામદીઠ રૂ.37 વધી રૂ.45,951 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.3 વધી રૂ.5,622ના ભાવે પહોંચ્યો
હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.57,117ના ભાવે ખૂલી, રૂ.68 વધી રૂ.57,196ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.67,619ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.67,891 અને નીચામાં રૂ.67,475 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.60 વધી
રૂ.67,693 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.52 વધી રૂ.67,834 અને ચાંદી-માઈક્રો
ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.34 વધી રૂ.67,800 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 7,285 સોદાઓમાં રૂ.1,217.28 કરોડના વેપાર થયા હતા.
એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.0.80 ઘટી રૂ.217.55 અને જસત ફેબ્રુઆરી વાયદો રૂ.0.20 વધી
રૂ.278ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.3.75 વધી રૂ.775.45 તેમ જ સીસું ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ
રૂ.1 વધી રૂ.186ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 25,281 સોદાઓમાં કુલ રૂ.1,147.45 કરોડનો ધંધો થયો હતો.
ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,481ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,508 અને
નીચામાં રૂ.6,463 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.28 વધી રૂ.6,500 બોલાયો હતો, જ્યારે
નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.1.20 ઘટી રૂ.200.50 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 223 સોદાઓમાં રૂ.9.83 કરોડનાં કામકાજ થયા હતા. મેન્થા
તેલના વાયદાઓમાં ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.9.10 ઘટી રૂ.1001.70 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,377.47 કરોડનાં
2,405.387 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.1,782.64 કરોડનાં 262.455 ટનના વેપાર થયા હતા.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.563.06 કરોડનાં 8,67,300 બેરલ અને નેચરલ ગેસના
વાયદાઓમાં રૂ.584 કરોડનાં 29037500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં મેન્થા તેલના
વાયદાઓમાં રૂ.9.83 કરોડનાં 97.56 ટનનાં કામ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 22,088.354 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 838.374 ટન, ક્રૂડ તેલમાં 877700 બેરલ અને નેચરલ ગેસમાં 61772500
એમએમબીટીયૂ તેમ જ મેન્થા તેલમાં 429.48 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.12.05 કરોડનાં
154 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 15,637ના સ્તરે ખૂલી, 19 પોઈન્ટ વધી 15,660ના
સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.10,148.75 કરોડનું નોશનલ
ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.231.82 કરોડ, ચાંદી તથા ચાંદી-
મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.134.77 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના
કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.8,437.91 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,343.85 કરોડનાં
કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.187.16 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.6,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.125.70 ખૂલી, ઊપરમાં રૂ.142 અને નીચામાં રૂ.121.30 રહી, અંતે રૂ.6.10 વધી રૂ.136.70 થયો હતો.
જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.200ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.14.05
ખૂલી, ઊપરમાં રૂ.14.40 અને નીચામાં રૂ.11.20 રહી, અંતે રૂ.0.25 ઘટી રૂ.13.35 થયો હતો. સોનું માર્ચ
રૂ.60,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.107 ખૂલી, ઊપરમાં રૂ.110 અને નીચામાં
રૂ.95 રહી, અંતે રૂ.5.50 વધી રૂ.107.50 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.69,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ
ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.723.50 ખૂલી, ઊપરમાં રૂ.763.50 અને નીચામાં રૂ.651 રહી, અંતે રૂ.36 ઘટી
રૂ.722 થયો હતો. સોનું-મિની ફેબ્રુઆરી રૂ.58,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ
રૂ.253 ખૂલી, ઊપરમાં રૂ.284.50 અને નીચામાં રૂ.239 રહી, અંતે રૂ.29.50 વધી રૂ.274 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.6,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ
કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.141.10 ખૂલી, ઊપરમાં રૂ.159.80 અને નીચામાં રૂ.138 રહી, અંતે રૂ.21.30 ઘટી રૂ.140.60
થયો હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.200ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ
રૂ.11.50 ખૂલી, ઊપરમાં રૂ.14.85 અને નીચામાં રૂ.11.25 રહી, અંતે રૂ.1.15 વધી રૂ.12.65 થયો હતો. સોનું માર્ચ
રૂ.57,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.682.50 ખૂલી, ઊપરમાં રૂ.682.50 અને
નીચામાં રૂ.623.50 રહી, અંતે રૂ.64.50 ઘટી રૂ.629.50 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.65,000ની સ્ટ્રાઈક
પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.399 ખૂલી, ઊપરમાં રૂ.401 અને નીચામાં રૂ.320 રહી, અંતે
રૂ.54.50 ઘટી રૂ.339 થયો હતો. સોનું-મિનીફેબ્રુઆરી રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10
ગ્રામદીઠ રૂ.175 ખૂલી, ઊપરમાં રૂ.178.50 અને નીચામાં રૂ.143.50 રહી, અંતે રૂ.31.50 ઘટી રૂ.150.50 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *