Gujarat

છેલ્લાં છ વર્ષથી છોટાઉદેપુર જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનાઓના કામે નાસતા ફરતા રાજ્ય બહારના આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર દ્વારા ઝડપી પાડવામાં આવ્યો.  

ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા તમામ થાણા ઇન્ચાર્જ તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના આપેલ જે અનુંસંધાને વી.બી.કોઠીયા પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ આર.એસ.ડામોર પોલીસ સબ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ કર્મચારીઓને ખાનગી રાહે બાતમી હકીકત મેળવી અસર કારક કામગીરી કરવા સુચના આપેલ જે અનુસંધાને એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે છોટાઉદેપુર, રંગપુર, સંખેડા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનાના કામે પકડવાનો બાકી આરોપી શંકરભાઇ દેવજીભાઇ રાઠવા (તોમર) રહે.ઝડુલી પટેલ ફળીયા તા.કઠીવાડા જી.અલીરાજપુર (એમ.પી.) નાનો છોટાઉદેપુર નાનો ગાંઠીયા ગામ તરફ આવી રહેલ હોય જે હકીકત આધારે પો.સ.ઇ. આર.એસ.ડામોર તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો દ્વારા ગાઠીયા ગામે પગદંડી રસ્તા ઉપરથી આરોપી શંકરભાઇ દેવજીભાઇ રાઠવા (તોમર) રહે.ઝડુલી પટેલ ફળીયા તા.કઠીવાડા જી.અલીરાજપુર (એમ.પી.) એમ.પી. નાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230210-WA0046.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *