છોટાઉદેપુર સિનિયર એસ ટી ડેપો મેનેજર જે આર બુચ દ્વારા એસ ટી ડેપોમાં ફરજ બજાવતા એમ એલ ખરાડી આર્ટ સી ઇલેક્ટ્રિશિયન અને હેલ્પર પી પી વણકાર ને કામગીરીમાં ગંભીર બેદરકારી બાબતે તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેનાથી સમગ્ર એસ ટી ડેપોને સ્ટાફમાં ફફડાટ ફેલાઈ ગયો છે. એસ ટી ડેપો મેનેજર દ્વારા થતા કડક અમલને કારણે લાલીયાવાડી ચલાવતા ઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
છોટાઉદેપુર એસ ટી ડેપો ખાતે ફરજ બજાવતા એમ એમ ખરાડી આર સી ઇલેક્ટ્રિશિયન દ્વારા કોઈપણ ઉપલા અધિકારીની અગાઉ મંજૂરી મેળવ્યા સિવાય કે રજાનો રિપોર્ટ આપી મંજુર કરાવ્યા સિવાય 39 દિવસ સુધી ફરજ ઉપર ગેરહાજર રહ્યા હતા. જેના કારણે વાહનોના મેન્ટેનન્સ કાર્યમાં વિક્ષેપ થવા પામેલ છે. જેઅંગે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સર્વિસ રેગ્યુલેશન કલમ 80 થી 82 મુજબ નિર્વાહ ભથ્થા પેટે 50%પગાર ચૂકવવા હુકમ કર્યો છે. સસ્પેન્શન સમય દરમ્યાન અવ્વલ વિભાગીય યાંત્રિક ઈજનેર મંત્રાલય વડોદરા સમક્ષ રોજ હાજર થવાનું રહેશે. અને કોઈ પૂર્વ પરવાનગી વગર ફરજનું સ્થળ છોડવાનું રહેશે નહીં તેવો હુકમ કરવામાં આવ્યો છે.
જ્યારે એસ ટી ડેપો ખાતે હેલ્પર તરીકે ફરજ બજાવતા પી પી વણકર દ્વારા તા 14/ 5/23માં નાઈટ સિફ્ટમાં મેન્ટેનન્સ ફરજ દરમ્યાન દ્રાઇવિંગ લાયસન્સ કે દ્રાઇવિંગ ઓથોરિટી ન હોવા છતાં મનસ્વી રીતે વાહન નંબર જી જે 18 ઝેડ 6949 મેન્ટેનન્સ રેમ્પ ઉપર બેદરકારી પૂર્વક વાહન હંકારતા થાંભળામાં વાહનનો આગળનો ભાગ અથડાયો હતો. જેના કારણે સંસ્થાને રૂ 8000 જેટલું નુકસાન થયું છે. જે અંગે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અને સર્વિસ રેગ્યુલેશન કલમ 80 થી 82 મુજબ નિર્વાહ ભથ્થા પેટે 50%પગાર ચૂકવવા હુકમ કર્યો છે. સસ્પેન્શન સમય દરમ્યાન અવ્વલ વિભાગીય યાંત્રિક ઈજનેર મંત્રાલય વડોદરા સમક્ષ રોજે રોજ હાજર થવાનું રહેશે. અને કોઈ પૂર્વ પરવાનગી વગર ફરજનું સ્થળ છોડવાનું રહેશે નહીં તેવો હુકમ કરવામાં આવ્યો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


