બોડેલી સહિત જિલ્લામાં 250 જેટલી રેતીની લિજો આવેલી છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લાની રેતી સમગ્ર દેશમાં પ્રખ્યાત છે. જેના કારણે વડોદરા, સુરત, પંચમહાલ, નવસારી, દાહોદ વગેરે જિલ્લાઓમાંથી પણ રેતી ભરવા ગાડીઓ આવે છે. જે રેતીના મોટા ટર્બો ટૂંકો નદીમાંથી માંથી રેતી ભરીને નીકળે ત્યારે રેતી ભીની હોય છે. તથા રોડ ઉપર ઢોળાય છે. સાથે સાથે સૂકી રેતી પણ ટૂંકની ટ્રોલીમાંથી રોડ ઉપર પડે છે. જે ઉડીને બાઇક ચાલક ની આંખોમાં પણ ભરાઈ છે. જેના કારણે અકસ્માતનો મય પણ રહેલો છે. રેતી ભલે ભરવામાં આવે પરંતુ તેના ઉપર તાડપત્રી બાંધવી એ જરૂરી છે. તેવી લોકમાંગ ઉઠી છે. છોટાઉદેપુર જિલ્લામાં 6 તાલુકાઓમાં કુલ 250 જેટલી રેતીની લિઝ આવેલી છે. જેમાં અંદાજે રોજની 400 જેટલી ગાડીઓ રેતી ભરવા જુદા જુદા જિલ્લાઓમાંથી આવતી હશે. જ્યારે ગેરકાયદેસર પણ રેતી ભરાઈ રહી હોય તેવી વાતો પણ વહી રહી છે. મધ્યપ્રદેશ માંથી ગુજરાતના છોટાઉદેપુર માં રેતીની ગાડીઓ ભરવા લોકો આવે છે તેવી પણ ચર્ચાઓ ચાલે છે. બેફામ ચાલતી રેતીની ટ્રકોને લઈને વારંવાર ના બનાવો પણ બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લામાં બની રહ્યા છે ત્યારે રેતી ભરીને જતી ટ્રકો સરેઆમ કાયદાનો ઉલ્લંઘન કરીને તાડપત્રી બાંધવામાં આવતી નથી જેથી કરીને ચાલુમાં રેતી પાછળ આવતી બાઈક પર સવાર વાહન ચાલક પર પડે છે અને અક્ષમાત સર્જાય છે ત્યારે વહેલી તકે પોલીસ દ્વારા આના પર ધ્યાન આપવામાં આવે અને છોટાઉદેપુર જિલ્લાના હાઇવે પર ફરતી ટ્રકો પર તાડપત્રી બાંધવા લોક માંગ થઈ રહી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


