Gujarat

છોટાઉદેપુર સમાજ સુરક્ષા વિભાગ દ્વારા મંદબુદ્ધિના બાળકોનો બુદ્ધિ આંક વધે તે માટે બાળકોને TLM કીટનું વિતરણ કરાયું છે.

વિકલાંગ વ્યક્તિઓનું સશક્તિકરણ અને તેમને મુખ્ય પ્રવાહમાં સામેલ કરવાના સરકારના પ્રયાસોના ભાગરૂપે છોટાઉદેપુર સમાજ સુરક્ષા કચેરી દ્વારા જિલ્લાના  7 થી 11 વર્ષના બાળકો કે જેમનો માનસિક વિકાસ રૂંધાયો હોય તેમને વિના મૂલ્યે TLM કીટ નું વિતરણ કરાયું છે. આ TLM કિટ માં બાળકોનો બુદ્ધિ આંક વધે એવા વિવિધ રમકડા છે. છોટાઉદેપુર જિલ્લામાં આવા 63 લાભાર્થીઓ છે જે પૈકી હાલ 24 લાભાર્થીઓને લાભ અપાયો છે તેમજ અન્ય લાભાર્થીઓને પણ કીટ વિતરણ કરાશે તેવામાં બાળકો માટે સરકારના આ લાભથી  બાળકો અને વાલીઓમાં અનેરી ખુશી જોવા મળી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230426_162557.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *