Gujarat

 જનતા કરે પોકાર કે અઠવાડિયાથી ATM બંધ પણ SBI નાં પેટ નું પાણી નથી હલતું.

(બેન્ક મેનેજમેન્ટ દ્વારા લોકોને હાલાકી ન પડે તેં અર્થે તત્કાલ પગલાંઓ લેવા જોઈએ)
(જાગૃત યુવાનો સોસીયલ ઓડિટનો ઉપયોગનાં મહત્વને સમજતા બને એ પણ જરૂરી)
ધ્રાંગધ્રા :
ધ્રાંગધ્રા મિડલ પોઇન્ટ પાસે ગ્રામીણ બેન્ક સામે રહેલ SBI બેન્કનું ATM અઠવાડિયાથી સતત બંધ જોવા મળતાં ગ્રાહકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જો કે સામાજિક કાર્યકરે ઉગ્ર બની આ ATM બાબતે પોતાનો બળાપો કાઢતા જણાવ્યું હતું કે બેન્કનાં જવાબદાર અધિકારીઓની મનમાની છે આ પોઇન્ટ જ્યારથી ચાલુ છે ત્યાર થી અઠવાડિયામાં છાસ વારે બઁધ જ જોવા મળે છે. સિસ્ટમ ફોલ્ટ હોય કે પૈસા નાખવામાં ન આવતા હોય કારણો કોઈ પણ હોય પણ આ ATM મોટાભાગે આમ જ બંધ હાલતમાં જોવા મળતાં લોકોને ફરજીયાત પ્રાઇવેટ બેંકોના ATM માં જઈને પૈસા ઉપાડવા પડે છે. સામાજિક કાર્યકર મોહિતભાઈ કંસારાએ  લાઈવ વિડિઓ માધ્યમથી અહીં સાફ સફાઈ થાતી નથી અને AC પણ બંધ હાલતમાં હોવાનો આક્ષેપ કરવા સાથે પોઇન્ટ ઉપર ગાર્ડ કે ચોકીદાર ની હાજરી નથી જેવા ગંભીર પ્રશ્ન બેન્ક મેનેજમેન્ટને કર્યા હતા. જો કે ધ્રાંગધ્રા શહેર ની તમામ પ્રાઇવેટ બેન્કના ATM રાત દિવસ ચાલુ, AC ચાલુ, ચોકીદાર ની હાજરી સાથે સ્વચ્છ જોવા મળે છે તયારે ધ્રાંગધ્રા તાલુકામાં સૌથી વધુ ગ્રાહક ધરાવતી SBI બેન્ક સુવિધા આપવામાં કેમ કચાશ રાખી રહી છે. કેન્દ્ર સરકાર ડિજિટલ ભારત માટે ગંભીરતાથી આગળ વધી રહી છે પણ સરકારનાં જ અધિકારીઓ જવાબદારી સાથે કાર્ય નહિ કરે તો ડિજિટલ બની વિશ્વ હરોળમાં ઉભા રહેવાના સરકારના સ્વપ્નમાં મોટુ વિઘ્ન જ પેદા કરશે તેવા આક્ષેપ જોવા મળ્યા હતા. આ તકે ચોક્કસ કહેવું રહ્યું કે બેન્કિંગ પ્રક્રિયા બહુ અટપટી હોય છે અને એ પણ માતૃભાષા થી વિપરીત ભાષાનાં ફરજીયાત વધુ ઉપયોગનાં લીધે લોકો ઊંડા ઉતરતા નથી અને મેનેજમેન્ટ ઠંડા કલેજે સબ સલામતનાં દાવાઓ સાથે નિષ્ક્રિય બનતું જાય છે તયારે ધ્રાંગધ્રા શહેરનાં જાગૃત યુવાનોની ટિમ સોસીયલ ઓડિટનાં અધિકારનો ઉપયોગ કરી બેદરકાર પ્રશાસનની શાન ઠેકાણે લાવતા બને તેં જ સમયનો તકાજો લેખાશે. (હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા)

Screenshot_2023-03-21-15-29-55-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *