Gujarat

જામનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા જિલ્લા કક્ષાનો ૮મો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયો

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જામનગર આયોજીત જિલ્લા કક્ષાનો ૮મો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલ બે દિવસ માટે યોજવામાં આવ્યો હતો. જેમાં સમગ્ર જિલ્લામાંથી પ્રાથમિક વિભાગમાંથી તેમજ માધ્યમિક વિભાગમાંથી ઇનોવેશન રજૂ કરવામાં આવ્યા હતાં.

આ ઈનોવેશન ફેસ્ટીવલમાં માધ્યમિક વિભાગમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી જામનગરનાં આઈ.ઈ.ડી.એસ.એસ. યુનિટનાં વિશિષ્ટ શિક્ષકો શ્રી રમેશભાઈ ભંડેરી, શ્રી મયુરધ્વજસિંહ ઝાલા અને શ્રી ઝાહીદભાઈ હિગોરજાએ સમાવેશી શિક્ષણમાં દિવ્યાંગ વિધાર્થીઓને મળતી સવલતો અને સશક્તિકરણ નવતર પ્રયોગ દ્વારા દિવ્યાંગ વિધાર્થીઓનો જન જાગ્રતિ સંદેશ શાળા, શિક્ષકો, વાલીઓ અને મુલાકાતીઓને R.P.W.D. ACT- 2016 મુજબ ૨૧ પ્રકારની દિવ્યાંગતાની સમજ માટે પેમ્પલેટ વિતરણ કર્યું હતું.

આ તાલીમ સત્રમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી મધુબેન ભટ્ટ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી છત્રપાલસિંહ જાડેજા, શાસનાધિકારી શ્રી ફાલ્ગુનીબેન પટેલે મેળામાં આવેલા સ્ટોલની મુલાકાત લઈને શુભેચ્છા આપી પ્રચાર-પ્રસારની કામગીરીને બિરદાવી હતી. કાર્યક્રમના અંતે ઇનોવેટીવ ટીચર્સને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *