Gujarat

જિલ્લા સેવાસદનના  ખાતે જિલ્લા કલેકટર નાં અધ્યક્ષ સ્થાને ટીબી ફોરમ ની મિટિંગ યોજાઈ.    

છોટાઉદેપુર.
         જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા જિલ્લા સેવાસદન ના કોન્ફરન્સ હોલ ખાતે  જિલ્લા કલેકટર સ્તુતિ  ચારણ ના અધ્યક્ષ સ્થાને ટીબી ફોરમ ની મિટિંગ યોજાઈ હતી જેમાં જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ, એસડીએમ  જયંતસિંહ રાઠોડ, જિલ્લા આયોજન અધિકારી  સ્વેતા ડાભી ,જિલ્લા માહિતી અધિકારી સીએફ વસાવા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો સીબી ચૌબીસા,  મુખ્ય જિલ્લા મેડિકલ ઓફિસર ડો યોગેશ પરમાર,આરસીએચઓ ડો.એમ ટી છારી,જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ, છોટાઉદેપુર તાલુકા આરોગ્ય અધિકારી ડો. મનહર રાઠવા,  જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર નાં મેડિકલ ઓફિસર ડો કુલદીપ શર્મા, પ્રાઇવેટ પ્રેક્ટિસનર ડો.રાજન, જિલ્લા પ્રોગ્રામ કોઓર્ડિનેટર કુલદીપસિંહ ગોહિલ, જિલ્લા ટીબી એચઆઇવી કો-ઓર્ડીનેટર વાલસિંહભાઈ રાઠવા સહિત  જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ના મનહરભાઈ વણકર તથા પરેશભાઈ વૈદ તથા ટીસ કાઉન્સિલર પ્રવિણભાઇ બારીયા સહિત નાં એનટીઇપી સ્ટાફ કર્મચારી ઓ   તેમજ દીપક ફાઉન્ડેશન વડોદરા,વિકલ્પ સ્ત્રી સંગઠન , શ્રી રંગ સેવા ટ્રસ્ટ ફાઉન્ડેશન, શ્રી ચાર ભુજા સેવા ટ્રસ્ટ,અપેક્ષા ટ્રસ્ટ,મન:સૃષ્ટિ ટ્રસ્ટ, સહિતની એનજીઓ નાં પ્રતિનિધિ, તથા સાજા થયેલા ટીબી ના દર્દી ઓ ઉપરાંત જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
     વડાપ્રધાન શ્રી ના ૨૦૨૫ સુધી માં દેશ માંથી ટીબી રોગ ને નાબૂદી  માટે કરેલ આહવાન અને તે  માટે એપ્રિલ ૨૦૧૮ થી શરૂ કરવામાં આવેલ નિક્ષય પોષણ સહાય અંતર્ગત દરેક ટીબી ના દર્દી ને દર મહિને પાંચસો રૂપિયા  ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર(DBT) પધ્ધતિ થી આપવામાં છે તે ઉપરાંત અન્ય દાતા ઓનાં સહયોગ થી વધારાનું પૌષ્ટિક આહાર માટે ન્યુટ્રીશન કીટ  તમામ સારવાર લઈ રહેલા દર્દીઓને મળી રહે તેવુ આયોજન થાય તેવી આશા ઓ વ્યક્ત કરી હતી.
જ્યારે જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ એ જિલ્લા માં નિક્ષય મિત્ર  ની ટીબી કાર્યક્રમ માં ભાગીદારી વિશે વાત કરી હતી તેમજ વર્ષ ૨૦૨૧ દરમ્યાન છોટાઉદેપુર જિલ્લામાં કરવામાં આવેલ ટીબી વિભાગની કામગીરી નું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું,
તેમજ નિક્ષય મિત્ર સ્કીમ હેઠળ દર્દીઓ ને પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં સહભાગી બનેલ શ્રી રંગ સેવા તીર્થ ફાઉન્ડેશન,અપેક્ષા ટ્રસ્ટ ફાઉન્ડેશન,મન:સુષ્ટિ ટ્રસ્ટ, દિપક ફાઉન્ડેશન ટ્રસ્ટ વડોદરા, પબ્લિક ઢોકલીયા ટ્રસ્ટ સહિત નાં એનજીઓના દાતાશ્રીઓ ને સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230109-WA0020-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *