Gujarat

જેતપુર પીઠડીયા નજીક બે કાર વચ્ચે અકસ્માત

જેતપુરનાં પીઠડીયા ગામ નજીક એક કારને બીજી કારે ટક્કર મારતાં બન્ને કાર રોડની સાઈડમાં ઉતરી જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં એક બાળકને સામાન્ય ઇજા પહોંચી હતી
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જેતપુર તાલુકાના પીઠડીયા ગામ નજીક રાજકોટ જૂનાગઢ નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો જેમાં રાજકોટ થી જુનાગઢ તરફ જઈ રહેલ આઈ ટ્વેન્ટી નબર વગરની કારને પાછળથી આવી રહેલ જીપ કંપની ની કારે ટક્કર મારતાં બન્ને કાર રોડની સાઈડમાં નીચે ઉતરી જતા ઝાડ સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો સદનસીબે બન્ને કારની અંદર એર બેગ ખુલી જતા બન્ને કારમાં બેઠેલા તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો જ્યારે એક બાળકને સમાન્ય ઇજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પીઠડીયા ગામ નજીક અકસ્માત સર્જાતા ગામના લોકો ઘટના સ્થળે એકઠા થયા હતા અકસ્માત મામલે વીરપુર પોલીસે તપાસ હાથ ધરી છે
હરેશ ભાલીયા જેતપુર

IMG-20230124-WA0096.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *