Gujarat

ઊના ટાવર ચોકમાં જર્જરીત કોમ્પ્લેક્ષનો સ્લેબની દિવાલનો ભાગ ધરાશાઇ થતાં બે ને ઇજા..

બપોરના સમયે ઘટના બનતા લોકોમાં નાસભાગ મચી..
ઊના – ઊના ટાવર ચોક વિસ્તારમાં વર્ષો જુનુ કોમ્પ્લેક્ષ આવેલ હોય અને આ કોમ્પ્લેક્ષનો મોટોભાગ જર્જરીત હાલતમાં હોય અને
ગમે ત્યારે પડુ પડુની સ્થિતી જોવા મળતી હતી. ત્યારે આજે બપોરના સમયે અચાનક આ કોમ્પ્લેક્ષનો સ્લેબની એક દિવાલનો ભાગ
ધરાશાય થતાં બે વ્યક્તિઓને ઇજા પહોચતા સારવાર અર્થે ખસેડવામાં આવેલ.આ અંગેની જાણવા મળતી વિગત મુજબ શહેરની
મધ્યમાં અને ચોવીસ કલાક ધમધમતા ટાવર ચોક વિસ્તારમાં વર્ષો જુનુ પાંજરાપોળ શોપીંગ સેન્ટર આવેલ હોય જેનો મોટો ભાગ
જર્જરીત હાલતમાં હોય અને આજે આ કોમ્પ્લેક્ષમાં આવેલી એક દુકાનમાં અઠવાડીયા દશ દિવસ પહેલા સ્લેબના રવેરમાં ગાબડુ
પડ્યુ હતું. એ વખતે આ કોમ્પ્લેક્ષના અન્ય દુકાનધારકો પાંજરાપોળ કોમ્પ્લેક્ષએ ટ્રસ્ટનું કોમ્પ્લેક્ષ હોવાથી પાંજરાપોળ ટ્રસ્ટને આ
બાબતની ફરીયાદ સાથેની જાણ કરેલ હતી. તે વખતે ટ્રસ્ટીઓ દ્રારા દુકાન ધારકોને યોગ્ય પ્રત્યુતર આપેલ ન હતો. ત્યાર બાદ આજે
અચાનકજ જે દુકાનમાં પોપડા પડ્યા હતા. તે દુકાન ખાલી કરાવી અને મરામતનું કામ કરતા મનસુખભાઇ રહે. નાથળ તેમજ
જસાભાઇ રહે. લામધાર બન્ને શ્રમિકો સ્લેબ ઉપર મરામતનું કામ કરતા હતા. અને અચાનક દુકાન ઉપરનો સ્લેબ ધરાશાઇ થતાં બન્ને
શ્રમિકો દુકાનમાં ખાબક્યા હતા. અને એક શ્રમિકને પગના ભાગે ગંભીર ઇજા પહોચતા ફેક્ચર થયેલ જ્યારે બીજા શ્રમિકને પણ હાથ
પગમાં ઇજા પહોચતા બન્ને ઇજાગ્રસ્તોને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા..
બોક્ષ્ – થોડા દિવસ પહેલા સ્લેબના રવેશમાં ગાંબડુ પડતા ટ્રસ્ટને અરજી આપી હતું….દુકાનદાર રવીગીરી..
આ બાબતે નિરંજન નામની દુકાન ધરાવતા રવિગીરી નાગરગીરી ગોસ્વામીએ જણાવેલ કે થોડા દિવસ પહેલા દુકાનના સ્લેબના
રવેશમાં ગાબડુ પડતા અને બાજુ માંથી લોકોની અવર જવર રહેતી હોવાથી પાંજપોર શોપીંગ સેન્ટરના ટ્રસ્ટ્રીને અરજી આપી હતી.
બાદમાં ટ્રસ્ટી દ્રારા દુકાન પરનો સ્લેબ તોડવાનું કામ શરૂ કરાયેલ જેમાં આજે અચાનક સ્લેબ ધરાશાઇ થયેલ.

-ચોક-પાંજરાપોર-શોપીંગ-સેન્ટરનો-સ્લેબની-દિવાલ-ધરાશાઇ-થતાં-બે-ને-ઇજા-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *