(ધારાસભ્ય, ભાજપ શહેર પ્રમુખ, પાલિકા પ્રમુખ રહ્યા ઉપસ્થિત)
(ગત વર્ષે જ WHO દ્વારા આશા બહેનોને “ગ્લોબલ લીડર્સ એવોર્ડ” આપવામાં આવ્યો હતો)
ધ્રાંગધ્રા (હિતેશ રાજપરા) :
દેશભરમાં કૂલ 65 હજાર આશા વર્કર બહેનોમાં થી 44 હજાર આશા વર્કરો ગુજરાતમાં કામગીરી કરે છે. તાવ શરદી, ઉધરસ, ટીબી, ઓળી જેવા રોગોની સમજણ, તપાસ થી લઈને પ્રસુતાં બહેનોનાં 9 મહિના સુધીના રિપોર્ટમાં આશા બહેનો ઉમદા કામગીરી બજાવે છે તયારે સરકાર દ્વારા આશા વર્કર બહેનોનાં સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે જેમાં ધ્રાંગધ્રા રાજરાયસિંહજી સરકારી હોસ્પિટલ સામે આવેલ ધ્રાંગધ્રા તાલુકા હેલ્થ ઓફિસમાં આશા વર્કર બહેનોનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વૉટ્સએપ એપ્લિકેશન અને પપેટ શો અને અન્ય કલાકારીનાં માધ્યમથી આશા વર્કર બહેનોની કામગીરીની જીવંત ઝલક આમન્ત્રિત મહેમાનો સમક્ષ બતાડવામાં આવી હતી તેમજ છેલ્લા 5 વર્ષની સર્વ શ્રેષ્ઠ કામગીરીનાં આધારે કૂલ 5 બહેનોને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તાલુકા હેલ્થ ઓફિસર હીરારામન અને ટીમે કોરોના દરમિયાન આશા વર્કરોએ કરેલી ખાસ સેવાને યાદ કરીને આવી જ ઉત્કૃષ્ટ કામગીરી કરતાં રહેવા પ્રોત્સાહન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે ધ્રાંગધ્રાનાં મનીષા બેનને રાજ્ય સરકારે કોરોનામાં શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કર્યા હતા અને રાજ્યમાં અમદાવાદ શહેર સાથે ધ્રાંગધ્રા પણ શ્રેષ્ઠ કામગીરી માટે પસંદ પામ્યું હતું. જો કે રાજ્યની 44 હજાર આશા વર્કરો કોરોનામાં ખડે પગે યોગદાન આપતી જોવા મળી હતી અને WHO દ્વારા કોરોના બાદ ભારતની આશા બહેનો ને ગ્લોબલ લીડર્સ એવોર્ડ આપ્યો હતો અને રાજ્ય સરકાર કોરોનાની બીજી લહેર બાદ આશા બહેનો ઉપર યાદગાર ફૂલ વર્ષા કરી હતી. આ તકે ખાસ કહેવું રહ્યું કે આશા નું કામ પડકાર જનક છે તેમ છતાંય આ બહેનો સન્માન પામી રહ્યા છે તયારે તેમને કરેલા આંદોલન બાદ પણ એમની સ્થિતિ જેમ ની તેમ જ છે સરકાર એમની માંગો પણ પુરી કરે તેં એમના માટે હાશ પહોંચાડતું સન્માન લેખાશે.


