Gujarat

પોલીસ આપની સુરક્ષામાં પણ અને મદદમાં પણ હર હંમેશ તૈયાર હોય છે તેનો પુરાવો

રાણપુરમાં તલાટીની પરીક્ષા 3 કેન્દ્રો ઉપર શાંતિપૂર્ણ રીતે યોજાઈ,પોલીસની સરાહનીય કામગીરીથી પરીક્ષાર્થીઓ થયા પ્રભાવીત…..
રાણપુર ખાતે તલાટીની પરીક્ષાના ઉમેદવારોને પોલીસ વાહનમાં બેસાડી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડી રાણપુર પોલીસ ટીમે માનવતાની મહેક પ્રસરાવી..
આજરોજ ગુજરાતમાં તલાટીની પરીક્ષા યોજાઈ હતી.ત્યારે બોટાદ જીલ્લામાં પણ વિવિધ કેન્દ્રો ઉપર તલાટીની પરીક્ષા યોજાઈ હતી.જેમાં રાણપુર શહેરમાં ત્રણ કેન્દ્રો ઉપર તલાટીની પરીક્ષા યોજાઈ હતી.કે.ડી.પરમાર વિદ્યાલય,સી.એસ.ગદાણી હાઈસ્કુલ,જન્મભૂમિ હાઈસ્કુલ ખાતે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાઇ હતી.રાણપુરમાં ત્રણ કેન્દ્રો પર પરીક્ષા હોઈ રાણપુર રેલ્વે સ્ટેશને ટ્રેન લેટ હોવાની જાણ રાણપુર પોલીસ ને થતા તરત જ રાણપુર પોલીસ સ્ટાફ રેલ્વે સ્ટેશન પર પહોચી ગયો અને પરીક્ષા આપવા આવેલ પરીક્ષાર્થીઓને સરકારી વાહનમાં બેસાડી સમયસર પરીક્ષા સ્થળ પર પહોંચાડી સરાહનીય કામગીરી કરી હતી.
બોટાદમાં તલાટીની પરીક્ષામાં પોલીસ વિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. રાણપુર  પોલીસ સ્ટાફે તલાટીની પરીક્ષાના કેન્દ્રો ખાતે ઉમેદવારોને સમયસર પહોંચાડી માનવતા મહેકાવી હતી. રાણપુર પી.એસ.આઈ-એસ.જી. સરવૈયા તેમજ તેમની પોલીસ ટીમ દ્વારા તલાટીની પરીક્ષાના ઉમેદવારોને રાણપુરના વિવિધ કેન્દ્રો ખાતે સમયસર પહોડવામાં આવ્યા હતા. ભાવનગરથી સુરેન્દ્રનગર તરફ જતી ટ્રેન 45 મીનીટ લેટ હોવાની જાણ થતા તાત્કાલિક પોલીસ સ્ટાફે રેલ્વેસ્ટેશન પર પહોચીને ત્યાંથી પરીક્ષાર્થીઓને સરકારી વાહનમાં બેસાડી સમયસર પરીક્ષા સ્થળ પર પહોંચાડ્યા હતા.જ્યારે જનભૂમિ હાઈસ્કુલ ખાતે પરીક્ષા ચાલુ થવાના અંતિમ સમયે પહોચેલા પરીક્ષાર્થીઓને પોલીસે જન્મભૂમિ હાઈસ્કુલ ખાતે પોતાના પરીક્ષા કેન્દ્ર શોધતા હતા ત્યારે સી.એસ.ગદાણી સ્કુલ ખાતે પોલીસ પોતાના વાહનોમાં બેસાડી પરીક્ષાર્થીઓને પોતાના પરીક્ષા કેન્દ્રો સુધી પહોચાડવામાં સારીએવી મદદ કરી હતી.ગુજરાત પોલીસ અને બોટાદ પોલીસ એમા પણ રાણપુર પોલીસ આવી સરકારી ભરતીની પરીક્ષા ના સમયે પરીક્ષાર્થીઓને ખૂબજ ઉગયોગી અને મદદ માટે તૈયાર રહેતી હોય છે ત્યારે પોલીસ પ્રજાની રક્ષા,સુરક્ષા અને મદદ માટે હર હંમેશ તૈયાર હોય છે…..
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

IMG-20230507-WA0047-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *