Gujarat

આશરો એજ ધર્મના સૂત્ર અને ચરિત્ર કરતા અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો..

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
તારીખ ૭ મે ૨૦૨૩ ના રોજ યોજાળનાર તલાટી કમ મંત્રી ની પરીક્ષાને અનુલક્ષીને સાવરકુંડલા કેન્દ્ર પર આવેલ સમસ્ત માલધારી સમાજના વિદ્યાર્થીઓ માટે ઉત્તમ રહેવા તથા જમવાની વ્યવસ્થા અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવયુવાન માલધારી સેલના પ્રમુખશ્રી મયુરભાઈ રબારી તેમની ટીમ સાવરકુંડલા શહેર માલધારી સેલ પ્રમુખશ્રી બીજલભાઇ ભરવાડ દ્વારા વિદ્યાર્થી ભાઈઓ બહેનો માટે રહેવા જમવા અને ચા નાસ્તા સહિત સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વ્યવસ્થામાં અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટી ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયાની કાર્યાલય પર વિદ્યાર્થીઓને ઉતારો તથા માર્ગદર્શન સેમીનારનું અમરેલી જિલ્લા ભાજપ માલધારી સેલ પ્રમુખ મયુરભાઈ રબારી અને બીજલભાઇ ભરવાડ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન બદલ વિદ્યાર્થીઓએ બંને યુવાનો અને સુરેશ પાનસુરીયાનો આભાર વ્યક્ત કર્યો હતો.

IMG-20230507-WA0011.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *