મકસુદ કારીગર,કઠલાલ
પ્રાથમિક શાળા હાથનોલી ખાતે ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો.આ અવસરે હાથનોલી ગામનાં સરપંચ,એસએમસીના સભ્યો,હરમનભાઈ ભોઈ,ગામના અગ્રણીઓ સહિત શાળાના શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં ગામના સરપંચ દ્વારા તેમજ શાળાના આચાર્ય બેન દ્વારા બાળકોને પ્રેરક પ્રવચન આપવામાં આવ્યું.ત્યારબાદ ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ દ્વારા શાળાને સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવી.જ્યારે શાળાના આચાર્ય બેન દ્વારા બાળકોને ભગવત ગીતાનું અર્પણ કરવામાં આવ્યું.


