બોડેલી ના ચાચક ખાતે મદ્રાસાએ ફેઝે ગોષયા વાર્ષિક જલસા નું આયોજન કરવામાં આવ્યું હતું મદ્રેસામાં પડતા બાળકોને ઇનામ આપવામાં આવ્યું
બોડેલીના અલીપુરા વિસ્તારમાં આવેલ મદ્રાસાએ ફેઝે ગોષયા મદ્રેસામાં પડતા છોકરાઓ અને છોકરીઓનો વાર્ષિક જલસો રાખવામાં આવ્યો હતો જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
બોડેલીના અલીપુરા ખાતે આવેલ મદ્રેસાએ ફૈઝે ગોશિયા વાર્ષિક ઇનામી જલસા નું આયોજન કરવામાં આવ્યું હતું વાર્ષિક જલસા ની શરૂઆત કુરાને શરીફની તીલાવત થી કરવામાં આવી હતી ત્યારબાદ નાત શરીફ પડવામાં આવી હતી નાના બાળકોએ પણ નાત શરીફ પડી હતી અને કુરાન શરીફની તિલાવત કરી હતી સાથે નાના બાળકો નો ઉત્સાહ વધે તે હેતુથી તેમને ઇનામ આપવામાં આવ્યું હતું. આ જલસામાં મદરેસાના મૌલાના તથા ઉલમાઓ તથા મદ્રેસા ના ટ્રસ્ટી હાજરી આપી હતી ખૂબ મોટી સંખ્યામાં લોકો આ જલસામાં ઉપસ્થિત રહ્યા હતા અને બાળકો નો ઉત્સાહ વધાર્યો હતો
મદ્રાસાએ ફેઝે ગોષયા વાર્ષિક જલસા નું આયોજન દર વર્ષે થતું હોય છે અને મદરેસાના ટ્રસ્ટીઓની ખૂબ સારી કામગીરી જોવા મળી રહી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


