દર વર્ષની જેમ આ વર્ષે પણ નેહરુ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા 23 જાન્યુઆરી 2023 ના રોજ સુભાષચંદ્ર બોઝ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. નેહરુ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા જન્મજયંતિને યાદગાર બનાવવા અને બોઝજીના વિચારોને લોકો સુધી પહોંચાડવા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કક્ષાની વક્તવ્ય સ્પર્ધા ઓનલાઈન માધ્યમથી યોજવામાં આવશે. જિલ્લા કક્ષાના વિજેતા સ્પર્ધકો રાજ્ય કક્ષાએ ભાગ લેશે અને રાજ્ય કક્ષાના પ્રથમ વિજેતાને આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન સમક્ષ તેમના વિચારો રજૂ કરવાની તક આપવામાં આવશે. જિલ્લા કક્ષાની વક્તવ્ય સ્પર્ધામાં ભાગ લેવા માટેની અરજી નીચે આપેલ લિંક દ્વારા કરી શકાશે. વધુ માહિતી માટે 9758143651 નંબર પર સંપર્ક કરવા અથવા નહેરુ યુવા કેન્દ્ર જામનગરની કચેરી ખાતે સંપર્ક કરી શકાશે.અરજી કરવાની છેલ્લી તારીખ 06 જાન્યુઆરી 2023 છે. છેલ્લી તારીખ પછી મળેલી અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
અરજી માટે લિન્ક : – https://forms.gle/4PcmNQFiYALJWPdx5 તેમજ કચેરી નં. –4, પહલો માળ, જૂની આર. ટી. ઓ. કચેરી, લાલ બંગલા, જામનગર ખાતે સંપર્ક કરી શકાશે.
