Gujarat

બોડેલી અલી ખેરવા માં વધતો જતો પ્લાસ્ટિકનો ખુલ્લો કચરો મૂંગા પશુઓ માટે જોખમી તંત્ર દ્વારા પ્લાસ્ટિકના કચરાનો નિકાલ કરી નાશ થાય તે ખૂબ જરૂરી

પ્લાસ્ટિકનો વધતો જતો ઉપયોગ મુંગા પશુઓ માટે વધુને વધુ નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે બોડેલી વિસ્તારની પાણી પીવા તેમજ ચારો ચરવા માટે જતી ગાયો ખુલ્લામાં ફેંકવામાં આવતા પ્લાસ્ટિકમાં રહેલ ખાદ્ય પદાર્થને ખાવાનું પહેલાં પસંદ કરે છે જેમાં બોડેલી સેવાસદન નજીકથી પસાર થતી નમૅદા કેનાલને અડીને જ પ્લાસ્ટિકના કચરાના ઢગ ખડકાયા છે.બોડેલી અલીખેરવા તળાવ નજીક પણ પ્લાસ્ટિકના કચરાને કારણે પ્લાસ્ટિક ખાવાથી કેટલાક પશુઓના  બીમાર પડી મોત નિપજયાં હતા મોટા ભાગનો કચરો એવો છે જે લોકો ભોજન લીધા પછી રસ્તા પર ફેંકી દે છે જો કે લોકોએ હકીકત પર કોઈ વિચાર કરતા નથી એ રખડતી ગાયો ખોરાકની શોધમાં અકસ્માતે પ્લાસ્ટિકને આરોગી લે છે તાજેતરમાં પશુ ચિકિત્સક દ્વારા જાણવા મળ્યું હતું કે એક બિમાર ગાય તેનાં પેટમાં ૫૦ થી ૫૫ કીલો પ્લાસ્ટિકનો કચરો હોવાની જાણકારી મળી હતી બોડેલીના પશુચિકિત્સકે ગાયના પેટમાંથી કચરો દૂર કર્યો હતો જેમાં આઈસ્ક્રીમ કપ, પ્લાસ્ટિકની થેલી,  કોથળીઓ નીકળી હતી જેને બોડેલી વેટરનરી ટીમ દ્વારા સફળ સજૅરી કરવામાં આવી હતી લોકોની  બેદરકારીને કારણે પશુઓ પ્લાસ્ટિક ખાવાથી બીમાર પડે છે એકલા બોડેલીના પશુ સારવાર કેન્દ્ર ખાતે દર અઠવાડીયે એકાદ બે કેસો બીમાર ગાયોના આવે છે જેઓ નમૅદા કેનાલને અડીને તેમજ અલીખેરવા તળાવ નજીક તંત્ર તેમજ લોકો દ્વારા ઠલવાતા પ્લાસ્ટિકના કચરાના આરોગવાથી બીમાર પડે છે પ્લાસ્ટિકનો કચરો રખડતા ઢોરોને કેવી રીતે અસર કરે છે તે સમજાવતા બોડેલીના પશુચિકિત્સક ડૉ. પટેલે જણાવ્યું હતું કે ગાય દ્વારા પ્લાસ્ટિકનું સેવન કયૉ પછી આફરાની સમસ્યા પેટમાં કરે છે પ્લાસ્ટિકને પચાવી શકાતું ન હોવાથી ગાયોની પાચનશક્તિ આખરે ઓછી થઈ જાય છે જેના કારણે પશુઓ બીમાર પડે છે બોડેલી મોહનનગરના પશુપાલક ન જણાવ્યા મુજબ અમારા વિસ્તારમા પ્લાસ્ટિક ખાવાથી કેટલાક પશુઓ બીમાર પડી મોતને ભેટ્યા હતા ત્યારે જે-તે તંત્ર દ્વારા નમૅદા કેનાલને અડીને જ પ્લાસ્ટિકના કચરાના ઢગ ખડકાયા છે તેમજ પાણી પીવા માટે જતાં મુંગા પશુઓ પણ અલીખેરવા તળાવ નજીક ઠલવાતા પ્લાસ્ટિકના કચરાને આરોગવાથી બીમાર પડી મોતને ભેટ્યા છે તંત્ર દ્વારા આ પ્લાસ્ટિકના કચરાનો નિકાલ કરી નાશ કરવામાં આવે તેમજ આ જગ્યાએ કચરો ઠલવાય નહિ તેવી પશુપાલકો અને ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે બોડેલી અલી ખેરવા માં વધતો જતો પ્લાસ્ટિકનો ખુલ્લો કચરો મૂંગા પશુઓ માટે જોખમી તંત્ર દ્વારા પ્લાસ્ટિકના કચરાનો નિકાલ કરી નાશ થાય તે ખૂબ જરૂરી

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230306-WA0013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *